Last Updated on by Sampurna Samachar
ફરિયાદ કરી છતાં કોઇ આવ્યુ નહીં
ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલ ઘઉં લણવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદમાં ખેડૂતોના ખેતર ઉપરથી પસાર થતા UGVCL વીજતારને કારણે ખેતરોમાં ઊભા ઘઉંના પાકમાં આગ લાગી હતી. જેના કારણે ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.

તલોદમાં UGVCL બેદરકારીના કારણે ઘઉંના ખેતરમાં લાગેલી આગમાં ખેડૂતના ૨.૫ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ખેડૂતના મોંમાં આવેલો કોળીયો ઝુટવાયો છે. આથી જગતનો તાત ભારે મુશ્કેલી સાથે નિરાશ થઈ જવા પામ્યો છે. આ બનાવથી પીડિત ખેડૂતે UGVCL ફરિયાદ કરી છે, છતાં કોઈ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નથી.