Last Updated on by Sampurna Samachar
કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ યથાવત
પાણી ન છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાના ભાભરમાં ખેડૂતોનો વિરોધ યથાવત છે. કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. રાતે કેનાલમાં બેસી ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને પાણી નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતો વિરોધ પ્રદર્શન અંતર્ગત રાત્રિના સમયે કેનાલમાં બેઠા હતા અને સનેડો લલકાર્યો હતો.

બનાસકાંઠાના સરહદી પંથકમાં દર વર્ષે શિયાળુ સીઝન દરમિયાન પિયત કરવા માટે કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. પંથકના ખેડૂતો કેનાલના પાણીથી જીરૂ, ઇસબગુલ, એરંડા, વરિયાળી, રાયડો જેવા પાકોનું વાવેતર કરે છે. પરંતુ ગત ૧૫ માર્ચથી કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સામાન્ય રીતે ૧૫ માર્ચથી પાણી બંધ થાય છે
અધિકારીઓ કહે છે કે ‘ દર વર્ષે સામાન્ય રીતે ૧૫ માર્ચથી પાણી બંધ કરવામાં આવે છે. ૧૫ માર્ચથી પાણી બંધ કર્યા બાદ ચાર-પાંચ મહિના માટે કેનાલનું રીપેરીંગ કે નિરીક્ષણ સહિત બીજું કોઈ કામ કરવાનું હોય તો પાણી બંધ કર્યા પછી જ થઇ શકે છે.