સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

ટેકાનો ભાવ પ્રતિ મણ ૧૧૭૫ રૂપિયા, ખુલ્લી બજારનો ભાવ પ્રતિ મણ ૮૫૦થી ૧૦૨૦ રૂપિયા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

કમોસમી વરસાદના કારણે આર્થિક મુશ્કેલી વેઠી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારદ્વારા નાફેડના માધ્યમથી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી ખરીદીથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

સાતમી એપ્રિલથી અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી અને ખાંભા જેવા મુખ્ય સેન્ટરોના એપીએમસી ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ ફોડીને પ્રક્રિયાનો પ્રારંભ કરાતા ચણાના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા. ગુજકોમાસોલના પ્રતિનિધિ હેનીસરામાણીએ જણાવ્યું હતું કે, સરકાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ ૯૦ મણ ચણાની ખરીદી કરી રહી છે.

મજૂરીના ખર્ચ સામે ભાવ ખેડૂતો માટે આશીર્વાદ સમાન

ખેડૂતોમાં સંતોષ જોવા મળવાનું મુખ્ય કારણ ભાવમાં રહેલો તફાવત છે, ટેકાનો ભાવ પ્રતિ મણ ૧૧૭૫ રૂપિયા, ખુલ્લી બજારનો ભાવ પ્રતિ મણ ૮૫૦થી ૧૦૨૦ રૂપિયા છે. આમ, ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવમાં ખેડૂતોનેપ્રતિ મણે ૧૫૦થી ૩૦૦ રૂપિયા જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. મોંઘા ખાતર, બિયારણ અને મજૂરીના ખર્ચ સામે ભાવ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે.

જિલ્લાભરમાં ટેકાના ભાવે ચણા વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે. આંકડાકીય માહિતી મુજબ, એકલાસાવરકુંડલા તાલુકામાં ૬૨૦૦ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતોએ સરકારના ર્નિણયને આવકારતા જણાવ્યું હતું કે, જો  સરકાર ખરીદીની મર્યાદા હજુ વધારે તો કમોસમી વરસાદની મારઝીલી રહેલા ખેડૂતોને મોટી આર્થિક મદદ મળી રહેશે. હાલમાં યાર્ડમાં માલની આવક વધતા તંત્ર દ્વારાવ્યવસ્થિત રીતે તોલમાપની કામગીરી ચાલી રહી છે, જેથી ખેડૂતોને લાંબો સમય પ્રતીક્ષા કરવી પડે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.