Last Updated on by Sampurna Samachar
શેર કરેલી પોસ્ટે ચાહકો સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિક્રાંત મેસીની ગણતરી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. નાના પડદાથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર વિક્રાંત મેસીએ OTT અને ફિલ્મ જગતમાં ખૂબ ધૂમ મચાવી અને પોતાની અભિનય શક્તિ સાબિત કરી. પોતાના દમદાર અભિનય માટે પ્રખ્યાત વિક્રાંત મેસી હાલના દિવસોમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે ચર્ચામાં છે. ૨૦૦૨ની ગોધરાની ઘટના પર આધારિત આ ફિલ્મ ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન વિક્રાંત મેસીએ તેની એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. વિક્રાંત મેસીની આ પોસ્ટને કારણે તેના ફેન્સ પણ નિરાશ થયા છે. હકીકતમાં, અભિનેતાએ આ પોસ્ટ દ્વારા અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કોમેન્ટ કરતી વખતે, ઘણા યુઝર્સે અભિનેતાને નિવૃત્તિનું કારણ પૂછ્યું છે.
વિક્રાંત મેસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘હેલો, છેલ્લા કેટલાક વર્ષો અને ત્યારથી લઈને અત્યાર સુધીનો સમય ઘણો સારો રહ્યો છે. તમારા સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ, જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ, મને સમજાઈ રહ્યું છે કે હવે મારી જાતને ફરીથી એકસાથે ખેંચવાનો અને ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે. પતિ, પિતા-પુત્ર અને અભિનેતા તરીકે પણ. તેથી, ૨૦૨૫માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. જ્યાં સુધી તે યોગ્ય ન લાગે. છેલ્લી ૨ ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. આપ સૌનો ફરી આભાર. દરેક વસ્તુ માટે અને કઈંક આપણા વચ્ચે થયું હોય તેના માટે. હું હંમેશા તમારો ઋણી રહીશ.
અભિનેતાએ તેની પોસ્ટમાં અભિનયમાંથી નિવૃત્તિ લેવાનું કારણ જાહેર કર્યું નથી. આવી સ્થિતિમાં ચાહકો એ પણ જાણવા માંગે છે કે, વિક્રાંતે અચાનક આ ર્નિણય કેમ લીધો, જ્યારે તેની ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિક્રાંતના ર્નિણયથી નિરાશ, તેના ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે અને આટલી જલ્દી અભિનયમાંથી નિવૃત્તિ લેવાનું કારણ પૂછી રહ્યા છે.