Last Updated on by Sampurna Samachar
એમ–માર્ટ પાસેથી ગૌવંશની ચોરી કરનાર પકડાયો
સ્કોર્પિયોમાં ક્રૂરતાપૂર્વક વાછરડા ભરી કતલખાને મોકલ્યાની કબૂલાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એમ–માર્ટ મોલ પાસેથી ગૌવંશની ચોરીની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યોછે. ગાયના વાછરડાને સ્કોર્પિયો ગાડીમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

જેના આધારે કડી પોલીસે વોચ ગોઠવી ય્ત્ન–૧૮–દ્ગસ્–૭૬૯૩ નંબરની શંકાસ્પદગાડીનો પીછો કર્યો હતો. પોલીસને પાછળ આવતી જોઈ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુપોલીસે સફળતાપૂર્વક ફિલ્મી ઢબે પીછો કરી આરોપી નાસીર પઠાણને ઝડપી લીધો હતો.
આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી
પોલીસ તપાસ દરમિયાન આરોપી નાસીર પઠાણ પાસેથી ગાડીની ખોટી નંબર પ્લેટો પણ મળી આવી છે, જેનો ઉપયોગ તે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કરતો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેણે ચોરી કરેલા વાછરડાને કતલખાને મોકલી દીધા છે. સ્કોર્પિયો જેવી લક્ઝરી ગાડીમાં ગૌવંશની હેરાફેરી કરતું આ હાઈપ્રોફાઈલ નેટવર્ક પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પોલીસની પ્રાથમિકતપાસમાં આ ગુનામાં માત્ર નાસીર જ નહીં, પરંતુ અન્ય સાગરીતો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આ કેસમાં સામેલ વાસીલ અને તૌફીક નામના અન્ય બે આરોપીઓને પકડવા માટે અલગ–અલગ ટીમોબનાવી છે અને શોધખોળ તેજ કરી છે. ગૌવંશની ચોરી અને ક્રૂરતા મામલે કડી પોલીસે કડક કાર્યવાહી હાથધરી છે, જેથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.