Last Updated on by Sampurna Samachar
ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસે રૂપિયાની માંગણી કરાઇ
સાયબર ઠગોએ SSG હોસ્પિટલના તબીબને નિશાન બનાવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના કેટલાક રાજકીય નેતાઓ તથા પોલીસ અધિકારીઓના સાયબર માફિયાઓ દ્વારા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. ત્યારે ફરીવાર આ સાયબર ઠગો દ્વારા SSG હોસ્પિટલના સિનિયર ડોક્ટરનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવાયુ હોવાનુ સામે આવ્યું છે. જેની જાણ ડોક્ટરને થતા તેઓ દ્વારા તેમના મિત્ર વર્તુળ સહિતના લોકોને આ સાઈબર ઠગોથી સાવધાન રહેવા અને રૂપિયાની માંગણી કરે તો નહીં આપવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ કરીને જણાવ્યું છે.

સાયબર માફિયાઓ દ્વારા અવાર નવાર રાજકીય નેતા અને પોલીસ અધિકારીઓ સહિતના લોકોના ફેક એકાઉન્ટ બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ આ ભેજાબાજો દ્વારા તેમના આ ફેક એકાઉન્ટ મારફતે અન્ય લોકો પાસે રૂપિયાની માંગણી કરતા હોય છે.
ડોક્ટર દ્વારા આ ઠગ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવાઇ
ત્યારે ફરીવાર સયાજી હોસ્પિટલના ડો.રંજન ઐયરનું સાયબર માફિયા દ્વારા સોશિયલ મીડિયા પર ફેંક એકાઉન્ટ બનાવામાં આવ્યું છે. ત્યારે ડોક્ટરને તેમના મિત્ર વર્તુળ તરફથી જાણ થઈ હતી. જેથી આ ડોક્ટર દ્વારા તેમના મિત્ર સહિતના લોકોને સોશિયલ મિડિયા પર મેસેજ કરી જણાવ્યું છે કે, મારા ફોટો સાથે કોઇ ભેજાબાજ ઠગે આવું એક ફેંક એકાઉન્ટ ખોલ્યું છે. જેના પરથી ઠગો રૂપિયાની માંગણી કરે સાવધાન રહેજો અને રૂપિયા આપતા નહીં. ત્યારે ડોક્ટર દ્વારા આ ઠગ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.