Last Updated on by Sampurna Samachar
બોમ્બ બનાવવામાં અને બ્લાસ્ટ કરવામાં ઉપયોગમાં લેવાતો
ફરીદાબાદમાં ત્રીજા સ્થાનેથી વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાના ફરીદાબાદમાં ફરી વિસ્ફોટનો જથ્થો મળી આવતા તમામ વિસ્તારમાં ખળભળાટ જોવા મળ્યો હતો. ફરીદાબાદના સેક્ટર-૫૬માંથી વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ૫થી ૬ લોકોની ધરપકડ કરી છે. ફરીદાબાદમાં ત્રીજા સ્થાનેથી વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. ફરીદાબાદમાં ૨૯૦૦ કિલો વિસ્ફોટક જપ્ત કરાયો હતો.

જમ્મૂ-કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે સંયુક્ત અભિયાનમાં અલ-ફલાહ મેડિકલ યુનિવર્સિટી એન્ડ હૉસ્પિટલમાંથી વ્હાઇટ કોલર આતંકીને પકડી પાડ્યો હતો. આતંકી ડૉ.મુઝમ્મિવલ શકીલની ધરપકડ બાદ ૨૯૦૦ કિલો વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકોનો જથ્થો બોમ્બ બનાવવામાં અને બ્લાસ્ટ કરવામાં ઉપયોગ કરવામાં આવવાનો હતો. જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તે અમોનિયમ નાઇટ્રેટ કહેવામાં આવી રહ્યુ હતુ.
ડૉ.શાહીને ડૉ.મુઝામ્મિલને એક કાર ઉપલબ્ધ કરાઇ
ડૉ.મુઝામ્મિલની મહિલા સાથી ડૉ.શાહીન, જે લાલ બાગ, લખનઉના રહેવાસી છે. તેમને પણ પકડવામાં આવ્યા છે. પોલીસે તેમની ધરપકડ યુનિવર્સિટીમાંથી જ કરી હતી. ડૉ.શાહીને ડૉ.મુઝામ્મિલને એક કાર ઉપલબ્ધ કરી આપી હતી. આ મામલે પોલીસે મસ્જિદના ઇમામ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. જેઓએ આ વિસ્ફોટકનો જથ્થો છુપાવવામાં આ આતંકીઓની મદદ કરી હતી.