Last Updated on by Sampurna Samachar
Contents
ઈરાનનો મોટો હુમલો : જૉર્ડન અને UAEમાં અમેરિકી રડાર સિસ્ટમ ધ્વસ્ત
અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન ભયાનક વળતો પ્રહાર કરી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક તબક્કામાં પહોંચી ગયો ચૂક્યો છે. અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન ભયાનક વળતો પ્રહાર કરી રહ્યું છે અને તે આરબ દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પુષ્ટિ કરે છે કે, ઈરાને જૉર્ડન, સંયુક્ત આરબ અમીરાત અને કતારમાં અમેરિકાની અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી છે.

સેટેલાઇટ ઈમેજ મુજબ, જૉર્ડન સ્થિત મુવાફક સાલ્ટી એર બેઝ પર તૈનાત અમેરિકાના THAAD મિસાઈલ બેટરીના રડાર સિસ્ટમને ઈરાને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી છે. રેથિયૉન કંપની દ્વારા બનાવવામાં આવેલા આ AN/TPY-2 રડારની કિંમત અંદાજે ૫૦ કરોડ ડૉલર (આશરે રૂ.૪,૧૦૦ કરોડથી વધુ) છે. તસવીરોમાં એરબેઝ પાસે રેતમાં ૧૩ ફૂટ પહોળા બે મોટા ખાડા દેખાય છે, જે સૂચવે છે કે રડારને સચોટ રીતે તોડી પાડવા માટે એકથી વધુ મિસાઈલોનો ઉપયોગ થયો હતો. પાંચ મોટા ટ્રેલર પર ગોઠવાયેલી આ આખી સિસ્ટમ હાલ સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે.
સૈન્ય ઠેકાણા પર પણ ઈરાને હુમલો કર્યો
જૉર્ડન ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાતના રૂવૈસ અને સાદેર વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણા પર પણ ઈરાને હુમલો કર્યો છે. રૂવૈસમાં ૩ અને સાદેરમાં ૪ મહત્વની ઈમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ઈમારતોનો ઉપયોગ રડાર સિસ્ટમ અને સૈન્ય વાહનો રાખવા માટે થતો હતો. નિષ્ણાતો હજુ એ તપાસી રહ્યા છે કે આ રડાર અમેરિકી સેનાના હતા કે UAEએ અમેરિકા પાસેથી ખરીદેલા હતા.
કોઈપણ એર ડિફેન્સ નેટવર્કમાં રડાર તેની આંખ સમાન હોય છે. તે સેંકડો માઈલ દૂરથી આવતી બેલિસ્ટિક મિસાઈલો કે ડ્રોનને ઓળખીને ઈન્ટરસેપ્ટર મિસાઈલોને લોકેશન આપે છે. ઈરાને આ રડાર તોડી પાડીને અમેરિકા અને તેના સહયોગી દેશોના સુરક્ષા કવચને નબળું પાડી દીધું છે. અમેરિકી સરકારના તાજેતરના નિવેદનો પણ હવે સ્પષ્ટ કરી રહ્યા છે કે આ જંગ ધાર્યા કરતા વધુ લાંબો ખેંચાઈ શકે છે.
ઈરાન તરફથી મળેલો આ આંચકો અમેરિકા માટે દાયકાઓનો સૌથી મોટો સૈન્ય ફટકો માનવામાં આવી રહ્યો છે.
થાડ માટે એવું કહેવામાં આવે છે કે તે પળવારમાં દુશ્મનની મિસાઈલને ઈન્ટરસેપ્ટ કરીને બરબાદ કરી શકે છે. થાડ મિસાઈલ મીડીયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલનો પ્રારંભિક તબક્કામાં જ નાશ કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. તે હીટ ટુ કિલ ટેકનીક પર કામ કરે છે. મતલબ કે તેમને દુશ્મની મિસાઈલને રોકતી નથી પરંતુ તેનો નાશ જ કરી દે છે. થાડ ૨૦૦ કિમી સુધી દુર અને ૧૫૦ કિમીની ઉંચાઈ પર પણ હુમલો કરવા માટે સક્ષમ છે.