આગામી સુનાવણી હવે ૧૦ જાન્યુઆરીના રોજ યોજાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નામપલ્લી કોર્ટમાં સંધ્યા થિયેટર નાસભાગ કેસની સુનાવણીમાં અભિનેતા અલ્લુ અર્જુન વર્ચ્યુઅલી હાજર થયો હતો. જ્યાં તેના વચગાળાના જામીનને યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ રિમાન્ડ પર આગામી સુનાવણી હવે ૧૦ જાન્યુઆરીના રોજ યોજાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં અલ્લુ અર્જુન કોર્ટમાં વર્ચ્યુઅલ મોડમાં હાજર રહ્યા હતાં. પોલીસે ૧૩ ડિેસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.
ધ રૂલના પ્રીમિયમ શો દરમિયાન અલ્લુ અર્જુનને જોવા ઉમટી પડેલી ભીડમાં નાસભાગ થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય એક સગીર ICU માં દાખલ કરાયો હતો. નામપલ્લી કોર્ટે અભિનેતાને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અભિનેતાના વકીલોએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવતાં વચગાળાના જામીન મંજૂર થયા હતા. ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની મુદ્દત ૨૭ ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. ત્યારે પોલીસે ૨૪ ડિસેમ્બરે અલ્લુ અર્જુનની પુછપરછ માટે અટકાયત કરી હતી. ઘટનાના CCTV ફૂટેજ એકત્ર કરી પોલીસે તૈયાર કરેલા ૧૦ મિનિટના વીડિયોના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરી હતી.