Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૨ વર્ષથી કોટામાં રહીને JEE ની તૈયારી કરી રહ્યો હતો
પરિવારમાં તે એકમાત્ર દીકરો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોચિંગ નગરી કોટામાંથી એક મોટો સમાચાર સામે આવ્યા છે. એન્જિનિયરિંગની એન્ટ્ર્ન્સ પરીક્ષાની તૈયારી કરી રહેલો ૧૨ માં ધોરણના વિદ્યાર્થીએ દિલ્હી-મુંબઈ રેલવે લાઈન પર ટ્રેન સામે પડતું મુકીને પોતાનો જીવ ગુમાવ્યો છે.

મૃતક વિદ્યાર્થીની ઓળખ હરિયાણાના સિરસા જિલ્લાના ગામ હિમાયૂ ખેડાના રહેવાસી સરતાજ સિંહ તરીકે થઈ છે. જે છેલ્લા ૨ વર્ષથી કોટામાં રહીને JEE ની તૈયારી કરી રહ્યો હતો અને રાજીવ ગાંધી નગર સ્થિત એક હોસ્ટેલમાં રહેતો હતો.
આત્મહત્યાની પાછળ શું કારણ હોઇ શકે
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ટ્રેનની સામે કુદવાની સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી. મૃતદેહને MBS હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સરતાજ પોતાના ઘરે હરિયાણા જતી ટ્રેનમાં જવા ઈચ્છતો હતો.
પરિવારના જણાવ્યા મુજબ રાત્રે સરતાજે પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તેને કહ્યું કે ટ્રેન લગભગ ૩ કલાક લેટ છે અને તે ત્યાં સુધી રેલવે સ્ટેશન પર જ રહેશે. જોકે ત્યારબાદ પરિવારજનોએ જણાવ્યું કે ટ્રેન લેટ નહતી. આ વાત તેને બહાના તરીકે કહી હતી.
સરતાજ ૧૨ માં ધોરણનો વિદ્યાર્થી હતો અને એપ્રિલમાં તેને બોર્ડની પરીક્ષા થવાની હતી. તેને ૨ વર્ષનો JEE નો કોર્સ પણ પૂરો કરી લીધો હતો. તેના પિતા કુલદીપ સિંહ ગામમાં ખેતી કરે છે અને પરિવારમાં તે એકમાત્ર દીકરો હતો.
ઘટના બાદ સમગ્ર પરિવારમાં માતમ ફેલાયો છે. સોમવારે પરિવારજન કોટા પહોંચ્યા, તેમની હાજરીમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પુરી કરવામાં આવી અને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલે દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. તપાસનું મુખ્ય કારણ એ જાણવાનું છે કે આત્મહત્યાની પાછળ શું કારણ હતું. અધિકારીએ પણ તપાસ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓએ આ પગલું અચાનક લીધું કે તેની પાછળ કોઈ માનસિક તણાવ કે અન્ય કારણ હતું.
કોટા જે ભારતની કોચિંગ નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં વિદ્યાર્થીઓ પર ખુબ જ વધારે દબાણ હોય છે. ત્નઈઈ જેવી પરીક્ષાઓની તૈયારીઓ દરમિયાન વિદ્યાર્થી માનસિક અને ભાવનાત્મક તણાવમાં રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સમય પર સહારો મળવો ખુબ જ જરૂરી છે, જેથી આ પ્રકારના કેસને બનતા રોકી શકાય.