Last Updated on by Sampurna Samachar
દરોડા દરમિયાન પોલીસ પર કર્યુ હતુ ફાયરિંગ
આ આરોપી ગેરકાયદેસર હથિયારો અપાવતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારની રાજધાની પટનામાં ગોપાલ ખેમકા હત્યાકાંડને લઇને પટના પોલીસ અને STF એ શૂટપને હથિયાર પહોંચાડનાર આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. માલસલામી વિસ્તારના ગેરકાયદેસર રીતે હથિયારો ઉપલબ્ધ કરવાના વિકાસ ઉર્ફે રાજાને પોલીસે અથડામણમાં ઠાર માર્યો છે. પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થનારો આરોપી હથિયાર બનાવવાનું કામ કરતો હતો. તેણે શૂટરને હથિયાર પહોંચાડ્યા હતા. દરોડા પાડવા દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યુ તો આરોપી ઠાર મરાયો.

મહત્વનું છે કે ગોપાલ ખેમકા હત્યાકાંડની તપાસ પોલીસ રાજધાનીના સિટી વિસ્તાર સ્થિત માલ સલામી વિસ્તારમાં દરોડા પાડવા ગઇ હતી. આ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે અથડામણ થયું. પોલીસને જાણ થઇ હતી કે આરોપી વિકાસ ઉર્ફે રાજા હથિયારોનું ગેરકાયદેસર વેચાણ કરે છે. પોલીસ તેના સ્થળ પર દરોડ કરવાની તૈયારી કરી રહી હતી.
પોલીસે હત્યાકાંડને અંજામ આપનાપ શૂટરની કરી ધરપકડ
પોલીસને ધરપકડ કરાયેલા ઉમેશ યાદવે એક જાણકારી આપીને જણાવ્યું કે વિકાસ શું કરે છે અને ક્યાં કહે છે. વિકાસ ઉર્ફે રાજા પાસેથી હથિયારો ખરીદ્યા અને શૂટર ઉમેશ યાદવે ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરી દીધી. માલ સલામી વિસ્તારમાં પટના પોલીસ અને એસટીએફની ટીમએ સંયુક્ત રૂપે દરોડા પાડવા ગઇ હતી. પોલીસને જોતા જ વિકાસ ઉર્ફે રાજાએ ફાયરિંગ કરયુ અને પોલીસે જવાબી કાર્યવાહીકરતા તે ઠાર મરાયો.
ઉલ્લેખનીય છે કે રાત્રે ૧૧.૩૦ કલાકે રાજ્યના બહુચર્ચિત કારોબારી ગોપાલ ખેમકાની તેના ઘરના ગેટ પર જ ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ મામલે પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે હત્યાકાંડને અંજામ આપનાપ શૂટર ઉમેશ યાદવની પણ ધરપકડ કરી છે.