Last Updated on by Sampurna Samachar
બેન ઓસ્ટિન વેલી ટ્યુ રિઝર્વમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો
ક્રિકેટમાં કન્કશન જેવી નવી વસ્તુ સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેલબોર્ડનમાં અભ્યાસ દરમિયાન બોલ વાગવાથી એક ઉભરતા યુવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું મોત થયું છે, જેનાથી સ્થાનીક ખેલ જગત સ્તબ્ધ છે. ૧૭ વર્ષીય બેન ઓસ્ટિન કથિત રીતે ફર્ટની ગલી સ્થિત વેલી ટ્યુ રિઝર્વમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી. રિપોર્ટ પ્રમાણે કિશોર હેલ્મેટ પહેરી નેટ્સમાં બોલિંગ મશીનની સાથે બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે તેના માથા અને ગરદનમાં બોલ વાગ્યો હતો.

બેન ઓસ્ટિનને ગંભીર હાલતમાં મોનાશ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેનું મોત થયું. ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબે નિવેદન જાહેર કરી યુવા ક્રિકેટરના મોતની પુષ્ટિ કરી છે.
મોતની તુલના ૨૦૧૪ની ત્રાસદી સાથે કરવામાં આવી
ક્લબે સોશિયલ મીડિયા પર લખ્યું- બેનના નિધનથી અમે સ્તબ્ધ છીએ અને તેના નિધનની અસર અમારા ક્રિકેટ સમુદાયના બધા લોકો પર પડશે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેના પરિવારની સાથે છે. બેનને તેની ક્લબે એક સ્ટાર ક્રિકેટર, શાનદાર લીડર અને લડાયક યુવા ગણાવ્યો હતો. તેણે મુલગ્રેવ અને એલ્ડન પાર્ક ક્રિકેટ ક્લબનું પણ પ્રતિનિધિત્વ કર્યું અને વેવલી પાર્ક હોક્સ માટે જૂનિયર ફુટબોલ રમ્યો હતો. ફર્નટ્રી ગલી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ આર્ની વાલ્ટર્સે ઓસ્ટિનને પ્રતિભાશાળી અને લોકપ્રિય ગણાવ્યો.
વિક્ટોરિયન શિક્ષણમંત્રી બેન કેરોલે કહ્યુ કે અમે તેમના પરિવારને આ ત્રાસદીમાંથી બહાર આવવામાં મદદ કરીશું. ઓસ્ટિનના મોતની તુલના ૨૦૧૪ની ત્રાસદી સાથે કરવામાં આવી રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ બેટર ફિલિપ હ્યુઝનું મોત તયું હતું, જેને શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટ દરમિયાન ગરદનમાં બોલ વાગ્યો હતો. હ્યુઝના મોત બાદ ક્રિકેટમાં કન્કશન જેવી નવી વસ્તુ સામે આવી છે.