Last Updated on by Sampurna Samachar
ટૂંક સમયમાં પોતાના બિઝનેસ સાહસોમાં પરત ફરશે
હજુ કોઇ સમય નથી થયો નિર્ધારિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
એલન મસ્કની સરકારી ભૂમિકા ટૂંક સમયમાં સમાપ્ત થશે તેવા એંધાણ જોવા મળ્યા છે. નોંધનીય છે કે ટેસ્લા અને સ્પેસ X ના CEO એલન મસ્કની નિમણૂંક સરકારી ખર્ચાઓ ઘટાડવા અને કેટલીક સરકારી એજન્સીઓમાં ફેરફાર કરવા માટે ખાસ સરકારી કર્મચારી તરીકે નિમણંક કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર ટ્રમ્પ અને મસ્ક (MUSK) બંન્નેએ તાજેતરમાં નક્કી કર્યુ હતું કે મસ્ક ટૂંક સમયમાં પોતાના બિઝનેસ સાહસોમાં પરત ફરશે, જોકે પરત ફરવાની ચોક્કસ તારીખ હજુ સુધી નિર્ધારિત કરવામાં આવી નથી. મસ્કની ૧૩૦ દિવસ સુધીની સરકારી કર્મચારીનો સમયગાળો મેના અંતમાં પૂરો થાય છે.
સરકારી કોન્ટ્રેક્ટર્સના શેર્સમાં વધારો
પાછલા સપ્તાહે એક અમેરિકન ચેનલ સાથેની વાતચીતમાં તેમણે સરકારી ખર્ચમાં ૧ ટ્રિલીયન ડોલર ઘટાડવાના લક્ષ્યાંકમાં આયોજિત બજેટ કાપમાંથી મોટા ભાગનું પૂર્ણ કર્યા હોવાનો આત્મવિશ્વાસ પ્રકટ કર્યો હતો.
મસ્કની વિદાયના અહેવાલોને પગલે કેટલાક સરકારી કોન્ટ્રેક્ટર્સના શેર્સમાં વધારો થયો હતો. જ્યારે ટેસ્લાનો શેર જે અગાઉ ધારણા કરતા ઓછી ડિલવરીને કારણે ઘટ્યો હતો. તેમાં વધુ ૩ ટકાનો ઊછાળો આવ્યો હતો. ટ્રમ્પ અને મસ્કે મસ્કની વિદાય અંગે ચોક્કસ સમય હજુ સુધી નિર્ધારિત કર્યો નથી, પરંતુ સમળતા સંકેતો અનુસાર તેમનું ફોકસ ટુંક સમયમાં તેમની કંપનીઓ પર પાછુ ફરશે.