Last Updated on by Sampurna Samachar
પહેલા એલોન મસ્ક ઓપન AI માં કરી ચૂક્યા છે કામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના માલિક એલોન મસ્કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપન AI ને આશરે રૂ. ૮૪, ૬૦૦ કરોડમાં ખરીદવાની ઓફર આપી છે. એલોન મસ્કે AI કંપની એક્સ- AI ને સાથે-સાથે વેલોર ઇક્વિટી પાર્ટનર્સ, બેરન કેપિટલ જેવા ઈન્વેસ્ટર્સે આ ઓફર આપી છે.
એલોન મસ્કની ઓફર નકારીને ઓપન AI ના CEO સેમ ઓલ્ટમેને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘નો થેન્ક્યુ, જો મસ્ક ઈચ્છો તો અમે એક્સને લગભગ ૮૪, ૬૦૦ કરોડમાં ખરીદી લઈશું.’ આના જવાબમાં એલોન મસ્કે ઓલ્ટમેનને ‘સ્કેમ ઓલ્ટમન’ કહ્યા છે.
મસ્કે કહ્યું કે, ઓપન AI માટે ઓપન-સોર્સ, સેફ્ટી ફોક્સ્ડ ફોર્સ પર પરત ફરવાનો સમય આવી ગયો છે. અમે સુનિશ્ચિત કરીશું કે આવું થાય. મસ્ક આ ખરીદ્યા પછી ઓપન AI ને ફરીથી એક નોન-પ્રોફિટ રિસર્ચ લેબોરેટરી બનાવવા ઈચ્છે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, આ ઓફર એલોન મસ્કના વકીલ માર્ક ટોબેરોફ દ્વારા ઓપન AI ના બોર્ડને આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેને ૯ અન્ય લોકો સાથે મળીને ઓપન AI ની સ્થાપના કરી હતી, પરંતુ ૨૦૧૮માં મસ્ક તેમાંથી જુદા થઈ ગયા હતા. ૨૦૨૩ માં મસ્કે ઓપન AI ના કોમ્પિટિટર AI સ્ટાર્ટઅપ એક્સ- AI ની શરુઆત કરી હતી. ૨૦૨૪માં મસ્કે ઓપન AI અને કેટલાક અધિકારીઓ પર કોન્ટ્રાક્ટ ભંગનો આક્ષેપ લગાવીને કેસ દાખલ કર્યો હતો.
જેમાં આક્ષેપ મુક્યો હતો કે, ઓપન AI એ પોતાના નોન-પ્રોફિટ સિદ્ધાંતોને છોડી દીધા છે અને હવે એક કોમર્શિયલ વેન્ચરની જેમ કામ કરી રહ્યા છે. ઓપન AI હવે કેપ્ડ પ્રોફિટ મોડલ પર કામ કરે છે, જેમાં રોકાણકારો ફક્ત મર્યાદિત નફો કમાઇ શકે છે.સોફ્ટબેંક ૨૬૦ બિલિયન ડોલર(લગભગ ૨૨ લાખ કરોડ)ના વેલ્યુએશન પર ઓપનએઆઈમાં ૪૦ બિલિયન ડોલર(લગભગ ૩.૪ લાખ કરોડ રૂપિયા)નં રોકાણ કરી રહ્યા છે.