Last Updated on by Sampurna Samachar
લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. એક્ટિવા પર આવેલા બે આજાણ્યા શખસોએ ધારા આંગડિયા પેઢીનો કર્મચારના ૨૦ લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી ૨૦ લાખ રૂપિયા લઈને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારી કારમાં જઈ રહ્યા હતા.
સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે શખસોએ આંગડિયા પેઢીના કર્મચારીને રોક્યો હતો અને તમે મારા પગ ઉપર કાર ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક શખસે એક્ટિવા પરથી ઉતરીને કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.