Last Updated on by Sampurna Samachar
કોઈપણ સામાન્ય નાગરિક ઓનલાઈન મત ડિલીટ ન કરી શકે
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ લગાવ્યા હતા આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણી પંચ પર વોટ ચોરીને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

રાહુલે કહ્યુ હતુ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યાં છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીની પત્રકાર પૂર્ણ થયા બાદ તેનો જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું- રાહુલ ગાંધીના આરોપ ખોટા અને પાયાવિહોણા છે.
ચૂંટણી પંચે પોતાના જવાબમાં આ વાત કહી
– કોઈપણ સામાન્ય નાગરિક ઓનલાઈન મત ડિલીટ ન કરી શકે. રાહુલ ગાંધીએ આ મુદ્દે ખોટી જાણકારી આપી છે.
– વોટ ડિલીટ કરતા પહેલા પ્રભાવિત વ્યક્તિને સુનાવણીની તક આપવામાં આવે છે.
– ૨૦૨૩મા અલંદ વિધાનસભા ક્ષેત્રમાં વોટર ડિલીટ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, જેના પર ચૂંટણી પંચે ખુદ FIR નોંધાવી હતી.
ચૂંટણી પરિણામ: અલંદ વિધાનસભાથી ૨૦૧૮મા ભાજપના સુબુધ ગુટ્ટેદાર જીત્યા, જ્યારે ૨૦૨૩મા કોંગ્રેસના બી.આર પાટિલ જીત્યા.
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ- કર્ણાટકના અલંદમાં વોટ ચોરી થી. અમે ચોરી પકડી લીધી. BLO એ જોયું કે તેના પરિવારજનોના મત ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જાણકારી મેળવી તો સામે આવ્યું કે પાડોશીએ ડિલીટ કર્યા. પાડોશીએ ના પાડી કે મેં નથી કર્યાં.
રાહુલે કહ્યુ- અમારી માગ છે કે જ્ઞાનેશ કુમાર તે લોકોને ન બચાવે, જે લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારી માંગ છે કે ચૂંટણી પંચ એક સપ્તાહની અંદર કર્ણાટક CID ને જવાબ આપે. અમને બંધારણે શક્તિ આપી છે, અમારી લડાઈ બંધારણ બચાવવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેને બચાવી રહ્યાં છે, જે બંધારણને નબળું પાડી રહ્યાં છે.