Last Updated on by Sampurna Samachar
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ આરોપોને ફગાવ્યા
ચૂંટણી પંચ પર કલંક લગાવવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પંચે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનની પ્રોસેસ પર ઉઠાવવામાં આવેલા સવાલો અને વોટ ચોરીના આરોપોના જવાબ આપવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે, અમારા માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા રાજકીય પક્ષો સમાન છે. આ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ આરોપોને ફગાવી દીધા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, વોટ ચોરીનો આરોપ એકદમ ખોટો છે, ચૂંટણી પંચ પર કલંક લગાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ડબલ વોટિંગના આરોપો લગાવવામાં આવ્યા છે, આવા ખોટા આરોપોથી ચૂંટણી પંચ ડરતું નથી. ચૂંટણી પંચ ર્નિભયતાથી ગરીબ, અમીર, વૃદ્ધ, મહિલા અને તમામ વર્ગના મતદાતાઓ સાથે પર્વતની જેમ ઊભું છે અને ઊભું રહેશે.
મત ચોરીનો આરોપ બંધારણનું અપમાન
મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, મતદાર યાદીની એક પ્રક્રિયા હોય છે, જેના પછી ડ્રાફ્ટ તૈયાર થાય છે અને ડ્રાફ્ટમાં મતદાર યાદીમાં ભૂલો સુધારવા માટે દાવા અને વાંધાઓ નોંધાય છે. ત્યારબાદ અધિકારી ર્નિણય લે છે, અને પછી અંતિમ મતદાર યાદી પ્રકાશિત થાય છે.તેમણે જણાવ્યું કે, “વોટ ચોરી” જેવા ખોટા શબ્દનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે તો તે ભારતના બંધારણનું અપમાન છે.
સુપ્રીમ કોર્ટે મશીન-વાંચી શકાય તેવી મતદાર યાદી શેર ન કરવા અંગે કહ્યું છે કે આ મતદારની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. પરંતુ તેમ છતાં, કેટલાક રાજકીય પક્ષો દ્વારા આવું કરવામાં આવ્યું છે. મશીન રિડેબલ મતદાર યાદી શેર ન કરવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આ મતદારની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. તેમ છતાં, કેટલાક રાજકીય પક્ષો દ્વારા આવું કરવામાં આવ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, તમામ મતદારો અને રાજકીય પક્ષો ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ભૂલો દૂર કરવામાં યોગદાન આપી રહ્યા છે. મતદારોએ ૨૮ હજાર દાવાઓ અને વાંધાઓ નોંધાવ્યા છે. ૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધીનો સમય ડ્રાફ્ટ યાદીમાં દાવાઓ અને વાંધાઓ માટેનો છે. હજુ ૧૫ દિવસ બાકી છે, તમામ રાજકીય પક્ષો ડ્રાફ્ટ મતદાર યાદીની ભૂલો ફોર્મ હેઠળ રજૂ કરે.
ચૂંટણી પંચના દરવાજા દરેક માટે સમાન રીતે ખુલ્લા છે. જમીની સ્તરે મતદારો, રાજકીય પક્ષો અને મ્ન્ર્ંજ સાથે મળીને કામ કરી રહ્યા છે. ચિંતાનો વિષય એ છે કે રાજકીય પક્ષોના જિલ્લા અધ્યક્ષો અને મ્ન્છજનું સત્યન રાષ્ટ્રીય પક્ષો સુધી પહોંચી રહ્યું નથી અથવા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બિહારના ૭ કરોડથી વધુ મતદારો ચૂંટણી પંચ સાથે ઊભા છે. તેથી ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ જ નથી ઉઠી શકતો.
મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી તમામ રાજકીય પક્ષો મતદાર યાદીમાં સુધારાની માગણી કરતા આવ્યા છે. આ માગણીને પૂર્ણ કરવા માટે બિહારથી જીૈંઇની શરૂઆત કરવામાં આવી છે. SIR ની પ્રક્રિયામાં તમામ મતદાતાઓ, BLO અને તમામ રાજકીય પક્ષો દ્વારા નામાંકિત BLAS એ એક ડ્રાફ્ટ યાદી તૈયાર કરી છે. આ ડ્રાફ્ટ યાદીને તમામ રાજકીય પક્ષોના BLAS એ ચકાસણી કરી છે.
મત ચોરીના આરોપો અંગે ચૂંટણી આયોગે જણાવ્યું કે અમારા માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા રાજકીય પક્ષો સમાન છે. દરેક રાજકીય પક્ષનો જન્મ ચૂંટણી પંચથી થયો છે, તો અમે તેમની સાથે ભેદભાવ કેવી રીતે કરી શકીએ. મત ચોરીનો આરોપ બંધારણનું અપમાન છે.
તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ મતદાતાઓને સંદેશ આપવા માંગે છે કે ભારતના બંધારણ મુજબ ભારતનો કોઈપણ નાગરિક જેણે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેણે મતદાતા બનવું જોઈએ અને મતદાન કરવું જાેઈએ.