Last Updated on by Sampurna Samachar
NDA સરકાર હાલ મતદારોને રિઝવવાનો પ્રયાસ ચાલુ
ઈન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગને લઇ યોજાઇ બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. બંને ગઠબંધન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. JDU ની આગેવાનીવાળી NDA સરકાર હાલ વિવિધ યોજનાઓ દ્વારા રોકડની વહેંચણી અને વિવિધ શિલાન્યાસ કાર્યક્રમથી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેજસ્વી યાદવના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનમાં ૪ બેઠકો બાદ સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી કરવાની પ્રક્રિયામાં લાગી ગઈ છે. તેજસ્વી યાદવે સહની અને પશુપતિ પારસ માટે કોંગ્રેસ અને વામદળો વચ્ચે સંમતિ બનાવી લીધી છે.
ફોર્મ્યુલા અનુસાર, કોંગ્રેસ અને RJD આ વખતે ૨૦૨૦ ની તુલનામાં ઓછી બેઠકો પર ચૂંટણી લડશે. વળી, સીપીઆઈ (માલે) ને ગઈ વખતની તુલનામાં આ વખતે વધુ બેઠક મળશે. જણાવી દઈએ કે, ઈન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગને લઈને ૧૨મી જૂને તેજસ્વી યાદવના ઘરે ચોથી બેઠક થઈ હતી. જેમાં તેજસ્વીએ તમામ પાર્ટી પાસેથી ચૂંટણી લડનારા ઉમેદવારોના નામ અને બેઠકોની વિગત માંગી હતી.
હારવાળી બેઠકો પર ઉમેદવાર બદલી શકાય તેવી સંભાવના
મીટિંગમાં કોંગ્રેસ અને સીપીઆઈ (માલે) એ બેઠકોની સંખ્યા અને પસંદ વિશે તેજસ્વીને માહિતી આપી હતી. કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવારૂ, પ્રદેશ અધ્યક્ષ રાજેશ કુમાર અને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા શકીલ ખાને લાલુ યાદવ અને તેજસ્વી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે પોતાની બેઠકની યાદી આરજેડીને આપી હતી.
મળતી માહિતી મુજબ, ૨૦૨૦ માં જીતેલી ૧૯ બેઠકો સિવાય ૩૯ બેઠકોના નામ પણ આપવામાં આવ્યા છે. જેના પર તે ગત વર્ષે બીજા નંબર પર રહી. આ સિવાય વામદળોની અમુક બેઠકો પર પણ કોંગ્રેસે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસે ગઈ વખતે ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી, એવામાં આ વખતે તેની વ્યૂહનીતિ એટલી જ બેઠકો પર ચૂંટણી લડવાની છે. જેના માટે કોંગ્રેસ તર્ક આપી રહી છે કે, ગઈ વખતે તેણે પોતાની પરંપરાગત બેઠકો છોડી હતી પરંતુ, આ વખતે તેને એ બેઠક જાેઈએ છે. ગઈ વખતની હાર પર કોંગ્રેસે કહ્યું કે, તે એટલા માટે ચૂંટણી હારી કારણકે, પોતાની પરંપરાગત બેઠક સહયોગી પાર્ટીઓને આપવી પડી હતી.
આ સિવાય હવે મુકેશ સહની ૬૦ બેઠકોની માંગ કરી રહ્યા છે પરંતુ, તેજસ્વી તેમને ૧૫ બેઠક આપવા સંમત થઈ શકે છે. તેમજ વામ દળોમાં સીપીઆઈ (માલે)એ ૪૦ બેઠકોની માંગ કરી છે. જોકે, હજુ સુધી સીપીઆઈ અને સીપીએમ દ્વારા યાદી સોંપવામાં નથી આવી. એવામાં સવાલ થઈ રહ્યા છે કે, સીપીઆઈ (માલે), પશુપતિ પારસ અને સહનીને કોના ભાગની બેઠક આપવામાં આવશે ?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેજસ્વી આ વખતે કોંગ્રેસને તેની મનપસંદ બેઠક આપી શકે છે પરંતુ, તેના બદલામાં તેને ૭૦ બેઠકો પર ચૂંટણી નહીં લડવા દે. તેજસ્વી કોંગ્રેસને ૫૫-૬૦ બેઠકો આપવાના મૂડમાં છે જેથી સહની અને માલેને વધુ બેઠક આપી શકાય. વળી આરજેડી ખુદ જે ગઈ વખતે ૧૪૪ બેઠકો પર ચૂંટણી લડી હતી તે આ વખતે ૧૩૦ થી ૧૩૫ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જેથી સહની અને પશુપતિ પારસને સન્માનજનક બેઠક આપી શકાય.
આ સિવાય તેજસ્વી યાદવે આ વખતે બેઠકની વહેંચણી જીતના આધારે કરવાનું નક્કી કર્યું છે. તમામ પાર્ટી જીતની સંભાવનાના આધારે સાથે બેસીને બેઠકોની વહેંચણી કરશે. હાલ તો એવું નક્કી થયું છે કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ, આ વખતે હારવાળી બેઠકો પર ઉમેદવાર બદલી શકાય તેવી સંભાવના છે.