Last Updated on by Sampurna Samachar
નકલી દસ્તાવેજોથી જમીન ખરીદવાનો આરોપ
ED એ ૩૭.૬૪ કરોડ રુપિયાની ૪૩ અચલ સંપત્તિઓ ટાંચમાં લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુગ્રામમાં એક કથિત લેન્ડ સ્કેમ સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસ નેતા રોબર્ટ વાડ્રાની ૩૭.૬૪ કરોડ રુપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ગુરુગ્રામ પોલીસે ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ FIR નંબર ૨૮૮ નોંધી હતી. જેમાં રોબર્ટ વાડ્રા અને તેની કંપની સ્કાઈ લાઈટ હોસ્પિટાલિટીને આરોપી બનાવ્યા હતા.
કહેવાય છે કે, શિકોહપુર ગામ, સેક્ટર ૮૩માં ૩.૫૩ એકર જમીનને ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૮ ના રોજ નકલી દસ્તાવેજો દ્વારા ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ખરીદી હતી. વાડ્રા પર વ્યક્તિગત પ્રભાવનો ઉપયોગ કરી આ જમીન માટે કોમર્શિયલ લાઈસન્સ લેવાનો આરોપ છે. આ મામલામાં હવે ED એ ૩૭.૬૪ કરોડ રુપિયાની ૪૩ અચલ સંપત્તિઓ ટાંચમાં લીધી છે.
ED એ અસ્થાયી કુરકી આદેશ જારી કર્યો
આરોપ અનુસાર, પ્રોજેક્ટ પૂરો કર્યા વિના જ આટલી જ જમીન ૫૮ કરોડ રુપિયામાં વેચી દીધી. ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાને આરોપી બનાવ્યા છે. આ મામલામાં ED એ રોબર્ટ વાડ્રા સાથે ૧૮ કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી. રોબર્ટ વાડ્રા સાથે સાથ હરિયાણાના કેટલાય અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે પણ પૂછપરછ થઈ હતી.
૧ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ગુરુગ્રામ પોલીસએ એક કેસ નોંધ્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રોબર્ટ વાડ્રાએ પોતાની કંપની સ્કાય લાઇટ હૉસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુરુગ્રામના શિકોહપુર ગામ (સેક્ટર ૮૩) માં ૩.૫૩ એકર જમીન છેતરપિંડીથી ખરીદી હતી. આ જમીન તેમણે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રા. લિ. પાસેથી ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ ખરીદી હતી અને તેમાં ખોટા દસ્તાવેજી નિવેદન આપવાનો આરોપ છે.
આરોપ છે કે વાડ્રાએ પોતાનો વ્યક્તિગત પ્રભાવ વાપરીને આ જમીન માટે કમર્શિયલ લાઇસન્સ પણ મેળવી લીધું. હવે આ કેસમાં ED એ ૧૬ જુલાઈ ૨૦૨૫ના રોજ એક અસ્થાયી કુરકી આદેશ જારી કર્યો છે.
આ હેઠળ રોબર્ટ વાડ્રા અને તેમની કંપનીઓ જેમ કે સ્કાય લાઇટ હૉસ્પિટાલિટી પ્રા. લિ.ની કુલ ૪૩ અચલ સંપત્તિઓ, જેની કિંમત ૩૭.૬૪ કરોડ રૂપિયા છે, ટાંચમાં લેવામાં આવી છે. આ પછી ૧૭ જુલાઈ ૨૦૨૫ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટ, નવી દિલ્હી ખાતે આ મામલે ૧૧ લોકો/સંસ્થાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
તેમાં રોબર્ટ વાડ્રા, તેમની કંપનીઓ, સત્યનંદ યાજી, કેવલ સિંહ ર્વિક, અને તેમની કંપની ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રા. લિ.ને આરોપી બનાવવામાં આવ્યા છે. જોકે હજુ કોર્ટએ આ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું નથી એટલે કે અદાલતએ હજુ નક્કી કર્યું નથી કે આ આરોપો પર કેસ ચલાવવામાં આવશે કે નહીં.