Last Updated on by Sampurna Samachar
બેંક ખાતાઓને પણ સરકારે જપ્ત કરવાનો આપ્યો આદેશ
CBI અને ED એ એમનેસ્ટી ઈન્ટરનેશનલ વિરુદ્ધ તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં સરકાર વિરુદ્ધ જનમત ઉભો કરવા માટે ફંડિંગના આરોપોથી ઘેરાયેલા ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલા સંગઠન પર ED એ દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ઓપન સોસાયટી ફાઉન્ડેશન સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા હતા. આ સિવાય સંબંધિત કેટલીક અન્ય કંપનીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
આરોપ છે કે આ કંપનીઓએ જ્યોર્જ સોરોસના સંગઠન દ્વારા વિદેશી હૂંડિયામણની અનિયમિતતા કરી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ દરોડા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના પૂર્વ કર્મચારીઓના ઘર પર પાડવામાં આવ્યા છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલને ડિસેમ્બર ૨૦૨૦ માં ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ED ની કાર્યવાહી પર OSF તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં
આ ઉપરાંત તેમના બેંક ખાતાઓને પણ સરકારે જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે ગેરકાયદેસર રીતે વિદેશી ભંડોળ મેળવવાના આરોપો હતા. એવો આરોપ છે કે હ્યુમન રાઈટ્સ વોચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન પાસેથી ભંડોળ મેળવે છે.
CBI અને ED એ એમનેસ્ટી ઈન્ટરનેશનલ વિરુદ્ધ તપાસ કરી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. બીજેપી હંગેરિયન-અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ પર ભારત વિરોધી કથાને ભંડોળ આપવાનો આરોપ લગાવી રહી છે. જ્યોર્જ સોરોસ દ્વારા સંચાલિત એક સંસ્થાના કાર્યક્રમ સાથે સોનિયા ગાંધીની લિંકને ટાંકીને ભાજપે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
મળતી માહિતી મુજબ ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા માનવ અધિકાર, ન્યાય અને જવાબદાર સરકાર જેવા એજન્ડાના નામે ફંડિંગ કરવામાં આવ્યું છે. જ્યોર્જ સોરોસની સંસ્થાઓએ ૨૦૨૧માં જ ભારતમાં ઇં૪ લાખથી વધુ ખર્ચ કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે વિદેશી હૂંડિયામણના ભાગરૂપે OSF અને કેટલીક આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓના પરિસરની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ મામલો OSF દ્વારા વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની કથિત રસીદ અને FEMA માર્ગદર્શિકાના કથિત ઉલ્લંઘનમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા ભંડોળના ઉપયોગ સાથે સંબંધિત છે.
હાલમાં ED ની કાર્યવાહી પર OSF તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હંગેરિયન-અમેરિકન રાજકીય કાર્યકર્તા સોરોસ અને તેમની સંસ્થા OSF પર શાસક ભાજપ દ્વારા ભારતના હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી-હિંડનબર્ગ વિવાદ દરમિયાન તેમના નિવેદનોની પણ પક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી. OSF એ ૧૯૯૯માં ભારતમાં કામગીરી શરૂ કરી હતી. જ્યોર્જ સોરોસ ભારત ઉપરાંત ચીન અને રશિયા જેવા દેશોમાં સરકારોને અસ્થિર કરવા માટે ભંડોળ પૂરું પાડવા માટે કુખ્યાત છે.