Last Updated on by Sampurna Samachar
ઘણા મોટા AAP નેતાઓ વિરુદ્ધ ECIR પણ દાખલ
ED ટૂંક સમયમાં આપ નેતાઓને સમન્સ મોકલશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના ત્રણ અલગ અલગ કેસ નોંધ્યા છે, જેમાં હોસ્પિટલ બાંધકામ, CCTV કેમેરા કૌભાંડ અને શેલ્ટર હોમ કૌભાંડ સંબંધિત કેસનો સમાવેશ થાય છે. ED એ આ કૌભાંડોમાં ઘણા મોટા AAP નેતાઓ વિરુદ્ધ ECIR પણ દાખલ કરી છે. જે ફરિયાદ બરાબર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ,આ કેસમાં ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા જેવા નેતાઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ED ટૂંક સમયમાં આ બધા નેતાઓને સમન્સ મોકલી શકે છે. આ પહેલા મની લોન્ડ્રિંગ કેસ મામલે સત્યેન્દ્ર જૈનને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું છે અને તે જામીન પર બહાર છે.
CBI અને SB ની તપાસ ચાલુ
કથિત હોસ્પિટલ કૌંભાડમાં પૂર્વ સ્વાસ્થ મંત્રી સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્રાજની ભૂમિકા તપાસવામાં આવશે. ED ના મુજબ ૨૦૧૮-૧૯માં આમઆદમી સરકારે ૨૪ હોસ્પિટલના પ્રોજેક્ટને મંજુરી આપી હતી. જેમાં ICU હોસ્પિટલનું નિર્માણ ૫ મહિનામાં જ કરવાનું હતુ, પરંતુ ૮૦૦ કરોડ રુપિયા ખર્ચ થયા છતાં હજુ માત્ર ૫૦ ટકાનું કામ પૂર્ણ થયું છે.
તપાસ એજન્સીને જાણવા મળ્યું કે, દિલ્હી સરકારે લોક નાયક હોસ્પિટલમાં નિર્માણની ખોટી અનુમતિ ૪૮૮ કરોડથી વધારી ૧૧૩૫ કરોડ પહોંચી ગઈ. ED નો આરોપ છે કે, અનેક હોસ્પિટલનું નિર્માણ કોઈ મંજુરી વગર શરુ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે વર્ષ ૨૦૧૯માં ૧.૪ લાખ CCTV કેમેરા લગાવવાની યોજના શરુ કરી હતી.
૫૭૧ કરોડ રુપિયાનો આ પ્રોજેક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમેટેડને આપવામાં આવ્યો હતો.પરંતુ કામ સમયસર પૂર્ણ થયું નહી. આ માટે કપની પર ૧૭ કરોડ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોપ છે કે,સત્યેન્દ્ર જૈને આ દંડ માફ કરી દીધો હતો અને તેના માટે ૭ કરોડ રુપિયાની લાંચ લીધી હતી.
ED એ આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડમાં ભ્રષ્ટાચાર થયો. આરોપ છે કે, નકલી એફડીઆર દ્વારા કરોડોનું કૌંભાડ થયું હતુ. ED એ પણ આરોપ લગાવ્યો કે, કોરોના મહામારી દરમિયાન ખોટા દસ્તાવેજો દ્વારા ૨૫૦ કરોડ રુપિયાનું કામ દેખાડ્યું હતુ. આ સિવાય ખોટા કર્મચારીઓનું વેતન દેખાડી કમીશ નેતાઓને આપવામાં આવ્યું હતુ. CBI અને SB પણ આ મામલે તપાસ કરી રહી છે.