ED ની ટીમે બીટકોઈન કૌભાંડ મામલે ગૌરવ મહેતાના ઘરે દરોડો પાડ્યો

Share this Article:

ભાજપના આક્ષેપ બાદ ED ની મોટી કાર્યવાહી

વિનોદ તાવડે પર આક્ષેપ બાદ ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી મેદાનમાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારતીય જનતા પાર્ટીએ ‘બિટકૉઈન’ મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી કાર્યવાહી કરી છે. ED ની ટીમે બિટકોઈન વિવાદ મામલે રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડો પાડ્યો છે. આ પહેલા મહારાષ્ટ્રમાં બહુજન વિકાસ ઉઘાડીએ વિનોદ તાવડે વિરુદ્ધ ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ કર્યો હતો, તો બીજી તરફ ભાજપે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ યોજી ‘બિટકૉઈન કૌભાંડ’ મામલો ઉછાળી સુપ્રિયા સુલે અને નાના પટોલે પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ ED એ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

ગૌરવ મહેતા તે કન્સલ્ટન્સી માટે કામ કરતા હતા જે અમિત ભારદ્વાજના રૂ. ૬૬૦૦ કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં પુણે પોલીસને મદદ કરી રહી હતી. પૂર્વ IPS અધિકારી રવિન્દ્રનાથ પાટિલે દાવો કર્યો હતો કે, નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ બિટકૉઈનના બદલે રોકડ મેળવવા માટે ગૌરવ મહેતાનો સંપર્ક કર્યો હતો અને આ નાણાં ઉપયોગ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે બે રાજકીય ઘટના ‘કેશ ફોર વોટ’ અને ‘બિટકૉઈન કૌભાંડ’ મામલો ઉછળ્યો હતો, ત્યારબાદ સત્તાધારી પાર્ટીના નેતાઓ અને વિપક્ષી પાર્ટીના નેતાઓ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. બહુજન વિકાસ અઘાડીના નેતાએ ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને તેમને એક હોટલમાંથી રોકડ સાથે પકડી પાડ્યા હતા. તો બીજી તરફ ભાજપે ‘બિટકૉઈન કૌભાંડ’નો ઉલ્લેખ કરી એક ઑડિયો ક્લિપ વાયરલ કરી, તેમાં નાના પટોલે અને સુપ્રિયા સુલેનો અવાજ હોવાનો દાવો કર્યો હતો.

વિનોદ તાવડે પર ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ લાગ્યા બાદ ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી મેદાનમાં આવ્યા હતા. તેમણે તાત્કાલિક બે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પ્રથમ કોન્ફરન્સ યોજી તાવડે સામેના આરોપોને અફવા ગણાવ્યા છે. જ્યારે બીજી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને સુપ્રિયા સુલે પર ગંભીર આક્ષેપો કરી પ્રશ્નોનો મારો કર્યો હતો.

ભાજપની બીજી પ્રેસ કોન્ફરન્સમાં બે ઑડિયો ક્લિપ ચલાવવામાં આવી અને કેટલાક ચેટ્‌સ દેખાડી આક્ષેપ કરાયો હતો કે, પૈસા આપવામાં આવી રહ્યા છે. આમાં નાના પટોલે અને પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા વચ્ચે તેમજ સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચેની થયેલી વાતચીતનો ઑડિયો ક્લિપ ચલાવાઈ હતી.

સુધાંશુએ કહ્યું કે, ‘આ ક્લિપ અને ચેટ્‌સમાં જેલ ભોગવી ચુકેલા એક પૂર્વ પોલીસ અધિકારી એક આરોપી ડીલરનો સંપર્ક કરે છે અને તે કહે છે કે, બિટકૉઈનના કેટલાક નાણાં રોકડમાં ટ્રાન્જેક્શન કરવા છે. તેઓ સુપ્રિયા સુલે અને નાના પટોલનું નામ લે છે. ડીલર અધિકારીને ઓડિયો ક્લિપ મોકલે છે અને દાવો કરે છે કે, ચૂંટણી માટે…’

તેમણે રાહુલ પર નિશાન સાધી કહ્યું કે, ‘મોહબ્બતની દુકાનનો સામાન દુબઈથી તો આવતો નથી ને ? આજે ચૂંટણી પહેલાની છેલ્લી રાત છે, જાે આ પ્રશ્નોનો જવાબ નહીં આપ્યો તો… મુગલે આઝમ ફિલ્મનો ડાયલૉગ યાદ છે ને – યે રાત સાહિબે આલમ કે મંસૂબો પર બહુત ભારી ગુજરને વાલી હૈ.’

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.