Last Updated on by Sampurna Samachar
ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ૨૩ કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ માં સ્થિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એ આ માહિતી આપી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એ જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં ૩.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગાંધીનગર સ્થિત ISR અનુસાર, ભૂકંપ સવારે ૧૦.૨૪ વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર ભચાઉથી ૨૩ કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ માં સ્થિત હતું. જિલ્લા પ્રશાસને કહ્યું કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થવાના સમાચાર નથી.
ગત મહિને આ વિસ્તારમાં ૪ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૩થી વધુ હતી. જેમાં ત્રણ દિવસ પહેલા આવેલા ૩.૨ની તીવ્રતાના ભૂકંપનો સમાવેશ થાય છે, જેનું કેન્દ્રબિંદુ પણ ભચાઉ નજીક હતું. ગત વર્ષે ૧૮ નવેમ્બરે કચ્છમાં ૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ISR ડેટા અનુસાર, અગાઉ ૧૫ નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.