Last Updated on by Sampurna Samachar
વહેલી સવારે દ્વારકાધીશના મંદિરના શિખર પર ડ્રોન ઉડતું દેખાયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દ્વારકા જગત મંદિરે પ્રતિબંધિત ડ્રોન વિસ્તારની આસપાસ શંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું હતું. વહેલી સવારે ડ્રોન દેખાતા તુરંત જ પોલીસ ફોર્સ એક્શનમાં આવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ડ્રોન ઉડાડનાર વ્યક્તિને ઝડપી લેવાયો છે.
વહેલી સવારે દ્વારકાધીશના મંદિરના શિખર પર પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું હતું. જેની જાણ થતાં તંત્રએ તુરંત કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડ્રોન ઉડાડનાર મુંબઈના એક શખસની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શખસ મુંબઈનો રહેવાસી છે અને એક યુટ્યુબર છે. તે પોતાની યુટ્યુબ ચેનલ માટે વિવિધ જગ્યાનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને વીડિયો બનાવે છે. દ્વારકા પોલીસે મંજૂરી વિના ડ્રોન ઉડાડવાના કારણે શખ્સ પર કાયદાકીય કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે.