Last Updated on by Sampurna Samachar
અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને ૧૦૦ ફૂટ ઢસડ્યા
બોડેલીના આ મુખ્ય ચાર રસ્તા પર અગાઉ પણ અનેક નાના–મોટા અકસ્માતો સર્જાયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના મુખ્ય ચાર રસ્તા પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.રેતી ભરીને બેફામ ઝડપે દોડતા એક ડમ્પરે સ્કૂટર સવાર આધેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતએટલો ભીષણ હતો કે ડમ્પર ચાલક આધેડને આશરે ૧૦૦ ફૂટ જેટલા અંતર સુધી રસ્તા પર ઢસડી ગયો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નદીમાંથી વહેલી તકે રેતી ભરવાની લ્હાયમાં ડમ્પર ચાલકો નિયમોનું ઉલ્લંઘનકરીને બેફામ ઝડપે વાહનો હંકારે છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને તાત્કાલિકસારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમને શરીરના ભાગે અત્યંતગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ ઓપરેશન અને સારવાર અર્થે વડોદરાનીહોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.બોડેલીના આ મુખ્ય ચાર રસ્તા પર અગાઉ પણ અનેક નાના–મોટાઅકસ્માતો સર્જાયા છે.
વારંવાર બનતી આવી ઘટનાઓને રોકવા માટે ચારેય તરફ મજબૂત સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠીછે. જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિથવાની ભીતિ સેવાઈ રહી છે.