Last Updated on by Sampurna Samachar
ડ્રાઈવમાં ૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
૧૮.૫૨ લાખ રૂપિયાનો દંડ વસૂલાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ખનીજ માફિયાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. ગેરકાયદે ખનન અને વહન કરનાર સામે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન કરનારા સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલ, વલાદ,લવારપુર વિસ્તારમાંથી સપાટો બોલાવ્યો છે. તેમજ સેક્ટર-૨૬, ૨૭માં પરમિટ વગર રેતી લઈ જતા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યો છે.
ખનીજ માફિયાઓમાં ફફડાટ
આ ઉપરાંત ડ્રાઈવમાં ૧૧ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. જેમને ૧૮.૫૨ લાખનો દંડ વસૂલાયો છે. ડ્રાઈવમાં ૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત છે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે.