સ્થાનિકોએ યુવકને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દારૂના નશામાં એક શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. નશો કર્યા બાદ મગજ પર કાબૂ રહેતો નથી અને આ દરમ્યાન કંઈ એવું કરી નાખે છે, જેને લઈને તેને ખુદ ખબર નથી રહેતી. દારૂના નશામાં આંધ્ર પ્રદેશમાં એક શખ્સ સાથે કંઈક આવું જ થયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. નિશ્ચિતપણે આપને આ વીડિયો જોઈને નવાઈ લાગશે. આ વીડિયોમાં શખ્સ દારૂના નશામાં વીજળીના થાંભલા પર ચડી જાય છે, તેને એ પણ નથી ખબર કે આવું કરવાથી તેનો જીવ જઈ શકે છે.
આ વીડિયોમાં લોકોની ભીડ જામેલી છે અને દારૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડીને લાઈવ વાયર સ્ટંટ કરતો દેખાય છે. આ વીડિયો જોયા બાદ તમને પણ ઝટકો લાગશે. ત્યારે આપને જણાવી દઈએ કે, આ વિડીયો આંધ્ર પ્રદેશના પાલકોંડા મંડલના એમ. સિંગીપુરમનો છે. જ્યાં આ અજીબોગરીબ ઘટનામાં, એક દારૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. તથા લાઈવ વાયર પર સ્ટંટ કરી ગામલોકોને ચોંકાવી દીધા. આ ખતરનાક દૃશ્ય જોઈ સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા. જોકે ગામલોકોએ સમય રહેતા ટ્રાન્સફોર્મર બંધ કરી દીધું, જેના કારણે આ ભાઈનો જીવ બચી ગયો. બાદમાં ગામના લોકોએ મળીને તેને હેમખેમ નીચે ઉતાર્યો. જેના કારણે એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ.