Last Updated on by Sampurna Samachar
બે આરોપીઓની કોકેઈન સાથે ગેસ્ટહાઉસમાંથી કરાઇ ધરપકડ
પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના ગાંધીધામમાંથી પંજાબમાંથી ચલાવવામાં આવતુ ડ્રગ્સનુ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં ૨૯ લાખના કોકેઈન સાથે પંજાબના ૨ આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા છે. ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનામાં આરોપીઓ કયાં અને કોને આ કોકેઈન આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર કચ્છમાં બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં રેડ કરવામાં આવી હતી, પોલીસને બાતમી મળી હતી કે બે આરોપીઓ કોકેઈન લઈને ગેસ્ટહાઉસમાં ઉતર્યા છે. ત્યારે પોલીસે તેના આધારે દરોડા પાડયા તો આરોપીઓ પાસેથી ૨૯ લાખનું કોકેઈન મળી આવ્યુ હતુ, આરોપીઓ લોકલ ડ્રગ્સ પેડલરને આ કોકેઈન આપવાના હતા તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. જે બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
બંને આરોપીઓ રાજસ્થાનના હોવાની માહિતી
કચ્છના મુંદ્રામાં ૩૭ લાખના કોકેઈન સાથે બે ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આરોપી પાસેથી ૩૭ ગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવ્યા હતાં તેની પણ તપાસ હાથ ધરી છે.