Last Updated on by Sampurna Samachar
એરપોર્ટ પરથી ઝડપાયો લાખો રૂપિયાનો ગાંજો
નશીલો માલ ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નશાના કારોબાર સામે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઈટના એક મુસાફર પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ નશીલો માલ ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની તપાસ કરી હતી. મુસાફરની ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાંથી ૩.૯ કિલો હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા અંકાઈ રહી છે.
કોર્ટના આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડીમાં કરવાનો આદેશ
એરપોર્ટ સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપી મુસાફરની તાત્કાલિક ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડી કરવાનો આદેશ આપ્યો છે
તપાસ એજન્સીઓ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને શું આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ કામ કરી રહ્યું છે? અમદાવાદ એરપોર્ટ પર સતર્કતાને કારણે ડ્રગ્સ ઘુસાડવાનો આ મોટો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.