Last Updated on by Sampurna Samachar
અનેક વખત રિપ્લે જોયા બાદ પણ એમ્પાયર નક્કી શક્યા નહીં
એમ્પાયરે આઉટ ન આપતાં બુમરાહ ભડક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. જસપ્રીત બુમરાહની બોલિંગમાં વેસ્ટ ઈન્ડિઝ ખેલાડી જ્હોન કેમ્પબેલ આઉટ હોવા છતાં એમ્પાયરે આઉટ ન આપતાં બુમરાહ ભડક્યો હતો. એમ્પાયર અને બુમરાહ વચ્ચે બોલાચાલી થઈ હતી. બુમરાહે એમ્પયારને કહ્યું કે, તમને ખબર હતી કે તે આઉટ છે, તેમ છતાં તમે નોટ આઉટ આપ્યો.
નવી દિલ્હીમાં બીજી ટેસ્ટના બીજા દિવસના પ્રથમ સેશનમાં બેટર જ્હોન કેમ્પબેલ બેટિંગ કરી રહ્યો હતો, તે સમયે બુમરાહની બોલિંગમાં બોલ સ્ટમ્પની આગળ કેમ્પબેલના જમણા પેડ પર વાગ્યો હતો. જોકે, પીચ પર હાજર એમ્પાયરે બેટરની તરફેણમાં ર્નિણય સંભળાવ્યો હતો. જેથી ટીમ ઈન્ડિયાએ ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) લીધું હતું. જો કે, થર્ડ એમ્પાયર પણ આ મામલે ર્નિણય લેવામાં અસમંજસમાં મુકાયા હતા.
કેમ્પબેલને બીજી વખત લાઈફ લાઈન મળી નહીં
અનેક વખત રિપ્લે જોયા બાદ પણ એમ્પાયર નક્કી શક્યા ન હતા કે, બોલ પેડને વાગતાં પહેલાં બેટને અથડાયો હતો કે નહીં, અંતે થર્ડ એમ્પાયરે ફિલ્ડ એમ્પાયરનો કૉલ સ્વીકાર્યો હતો, અને કેમ્પબેલને નોટ આઉટ જાહેર કર્યો હતો.
ટેક્નોલોજીની મર્યાદાને પગલે થર્ડ એમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો. જાે કે, બુમરાહે પોતાનો પક્ષ મૂકતાં ફિલ્ડ એમ્પાયર પર ભડક્યો હતો અને કહ્યું કે, તમને ખબર હતી કે, તે આઉટ છે, પણ ટેક્નોલોજી તે સાબિત કરી શકી નહીં. બુમરાહનું આ નિવેદન સ્ટમ્પના માઈકમાં રેકોર્ડ થયુ હતું. કોમેન્ટેટર્સ પણ બુમરાહની તરફેણમાં કહ્યું હતું કે, થોડું તીક્ષ્ણ નિરીક્ષણ ર્નિણય બદલી શકતુ હતું, પરંતુ તેના માટે નિર્ણાયક પુરાવા નહોતા.
કેમ્પબેલને લાઈફલાઈન ભારત માટે ભારે સાબિત થઈ. તેણે ટેસ્ટમાં સદી ફટકારી હતી. જોકે, બાદમાં સ્પિનર રવિન્દ્ર જાડેજાએ તેને આઉટ કર્યો હતો. કેમ્પબેલને બીજી વખત લાઈફ લાઈન મળી નહીં. ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટમાં ૫૧૮ રન ફટકાર્યા બાદ ફર્સ્ટ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ ૨૪૮ રને રનઆઉટ થઈ હતી.