Last Updated on by Sampurna Samachar
રાજકોટમાં મચ્છરોના ત્રાસને લઇ મનપા એકશનમાં
આજી નદીમાં ગાંડી વેલનું પ્રમાણ મોટું હોવાથી અને ત્યાં સીધી રીતે દવા છાંટવા પહોંચી શકાતું ન હોવાથીડ્રોનની મદદ લેવામાં આવશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં કમોસમી ચોમાસું પૂરું થયા બાદ છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ પરાકાષ્ટાએપહોંચ્યો છેએવા સમયે મહાનગરપાલિકા દ્વારા પહેલી વાર મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધવા માટે શહેરનું સ્ક્રિનિંગ કરાવવામાટે ડ્રોનની મદદ લેવામાં આવશે.

આ ઉપરાંત ગાંડી વેલનું ચિક્કાર પ્રમાણ ધરાવતા આજી નદી વિસ્તારોમાં દવા છાંટવા પણ ડ્રોનની મદદ લેવામાંઆવશે. મનપાના સૂત્રોએ જણાવ્યું કે, ગત વર્ષે ડ્રોન વડે માત્ર દવા છંટકાવની કામગીરી કરાવવામાં આવી હતી, જે સંતોષકારક જણાતા આ વર્ષે દવા છંટકાવ ઉપરાંત શહેર આખાનું સ્કિનિંગ પણ કરાવવામાં આવશે.
ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું
જે મચ્છરો અને પોરાનું ઉત્પાદન બની રહે છે, એના લોકેશનના આધારે મેલેરિયા વિભાગની ટીમ ત્યાંની મુલાકાત લઈને ફોગિંગ, દવા છંટકાવ સહિતની કાર્યવાહી કરશે. જ્યારે આજી નદીમાં ગાંડી વેલનું પ્રમાણ મોટું હોવાથી અને ત્યાં સીધી રીતે દવા છાંટવા પહોંચી શકાતું ન હોવાથી ડ્રોનની મદદ લેવામાં આવશે. આ માટેનું કામ આપવા ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
મચ્છરો અને પોરા દૂર કરવા માટેની આ કામગીરી માટે બે વર્ષનો કોન્ટ્રાક્ટ થશે. જેના માટે હાલના તબક્કે મનપાતંત્ર દ્વારા રૂ.૧૦ લાખની જાેગવાઈ કરવામાં આવી છે. શહેરમાં મચ્છરનો ત્રાસ માથાના દુ:ખાવા સમાન છે ત્યારેતંત્રનો આ પ્રયોગ કેટલી હદે સફળ થશે એ આવનારા સમયમાં ખબર પડશે.
કોઠારિયા, જંગલેશ્વર, બાપુનગર, રામનાથપરા, બેડીપરા, ભગવતીપરા, પોપટપરા, વેલનાથપરા સહિતના આજી નદી કાંઠાના બધા વિસ્તારોમાંગાંડી વેલનું પ્રમાણ વધારે છે. જેની નીચે મચ્છરો આશરો મેળવી, ફૂલેફાલે છે. ત્યાં ડ્રોનની મદદથી દવા છંટકાવકરવામાં આવશે.