Last Updated on by Sampurna Samachar
લાંબા સમયથી ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યો હતો
ભારતમાં તબાહી મચાવવાનો કરી રહ્યા હતા પ્લાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન, આતંકવાદી દાનિશના ફોનમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. ડિલીટ કરેલી હિસ્ટ્રી, ફોટા, વીડિયો અને એપ ડેટાની તપાસ કરતાં જાણવા મળ્યું કે, તે ડ્રોન ટેકનોલોજી અને હથિયારો પર સક્રિય રીતે કામ કરી રહ્યો હતો.

તપાસ દરમિયાન દાનિશના ફોનમાંથી ડ્રોન ફોટા મળી આવ્યા છે, જેમાં હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રોન જેવા જ ડિઝાઇનના ડ્રોનના ફોટો મળી આવ્યા છે. આ ફોટોમાંથી ખ્યાલ આવ્યો કે, દાનિશ લાંબા સમયથી ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યો છે.
જમ્મુ- કશ્મીર અને ઉત્તરપ્રદેશમાં દરોડા પાડ્યા
પૂછપરછ દરમિયાન, દાનિશે સ્વીકાર્યું કે, તે ડ્રોન હુમલાની તૈયારી કરી રહ્યો હતો. તે ૨૫ કિલોમીટર સુધી ઉડી શકે તેવા હળવા વજનના ડ્રોન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેનાથી હુમલો કરી શકે છે. ડ્રોનના ફોટોઝ ઉપરાંત, ફોનમાંથી રોકેટ લોન્ચરની ઘણા ફોટોઝ પણ મળી આવી છે. ડઝનબંધ વીડિયો પણ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે, ડ્રોનમાં વિસ્ફોટકો કેવી રીતે બનાવવા, સુધારવા અને ઇન્સ્ટોલ કરવા જોઈએ.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ બધા વીડિયો અને માહિતી એક ખાસ એપ દ્વારા ડેનિશને મોકલવામાં આવી રહી હતી. આ એપમાં ઘણા વિદેશી નંબરો પણ મળી આવ્યા હતા, જેની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.આ અગાઉ, NIA એ ગયા મહિને દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસના ભાગ રૂપે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
NIA દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ઘણા આરોપીઓ અને શંકાસ્પદોના પરિસરની તપાસ દરમિયાન વિવિધ ડિજિટલ ઉપકરણો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરના શોપિયા, કુલગામ, પુલવામા અને અવંતીપોરા જિલ્લામાં કુલ આઠ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉંમાં એક પરિસરની તપાસ કરવામાં આવી હતી.