Last Updated on by Sampurna Samachar
દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો
અકોટા પોલીસ જેતલપુર રોડ ઉપર વાહન તપાસ રહી હતી ત્યારે એક કારચાલક શંકાસ્પદ હાલતમાં નજરે પડતા તેને આતરવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેદરમિયાન ગઈકાલે રાત્રે એક કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી.ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચૂંટણી પર તેની અસર ન થાય તે હેતુથી શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવી રહી છે.

જે દરમિયાન અકોટા પોલીસ જેતલપુર રોડ ઉપરવાહન તપાસી રહી હતી ત્યારે એક કારચાલક શંકાસ્પદ હાલતમાં નજરે પડતા તેને આતરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન કારચાલકનું નામ જીગ્નેશ નટવરસિંહ ઠાકોર (નંદિશ કોમ્પ્લેક્સ, ન્યુક્લિયર પાર્કપાસે, ગોત્રી) હોવાનું ખુલ્યું હતું. જ્યારે કારની અંદરથી રૂ.૬૯,૦૦૦ ની કિંમતની ૧૮ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા બાબતે પૂછપરછ આરોપીએ ગલ્લાતલ્લા કરવા માટે હતા. જેથી તેની ધરપકડ કરીનેરિમાન્ડ માટે તજવીજ કરવામાં આવનાર છે.