ઘઉં માટેની ટપક સિંચાઈની પાઈપલાઈન સળગી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સુરેન્દ્રનગરમાં બેદરકારીથી ખેડુતને નુકસાન

પાણીની અછતને કારણે પાક ઓછો ઉતરે છે અને ખેતર પરથી પસાર થતી વીજ લાઈનને કારણે પાક બળી જવાની ભીતિ સતાવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં ચોમાસામાં વધુ વરસાદ થાય અથવા તો માવઠાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે. પરંતુ આ સિવાય પણ ખેડૂતોને પોતાનો પાક બચશે કે નહીં તેની ચિંતા રાત દિવસ સતાવતી હોય છે. સુરેન્દ્રનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વીજ તારથી શોર્ટ સર્કિટ થતાં ખેડૂતને નુકસાન પહોંચ્યું છે.


સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ગોખરવાડા ગામમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. વીજ તારથી શોર્ટ સર્કિટ થતાં ઘઉં માટેની ટપક સિંચાઈની પાઈપલાઈન સળગી હતી. જેના કારણે અંદાજે ૩ ખેતરોમાં ૧૨ વીઘા જમીનમાં નુકસાન પહોંચ્યું હતું. બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્રણેય ખેતરોમાં કરેલું ઘઉંનું વાવેતર બળી જતાં ખેડૂત પાયમાલ બન્યો છે. પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

ખેડૂતોને કહેવું છે કે, દેવુ કરીને ખેતરમાં વાવણી કરીએ છીએ. પાણીની અછતને કારણે પાક ઓછો ઉતરે છે અને ખેતર પરથી પસાર થતી વીજ લાઈનને કારણે પાક બળી જવાની ભીતિ સતાવે છે.વીજ કંપનીની બેદરકારીને કારણે થયેલું નુકસાન કોણ ચૂકવશે તે સૌથી મોટો સવાલ છે. કુદરતી આપદામાં સરકાર સહાય ચૂકવે છે પણ આ પ્રકારે થતું નુકસાન કોણ ચૂકવશે તેવા સવાલો પણ ઉભા થયાં છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.