Last Updated on by Sampurna Samachar
વિધર્મી સલમાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી
લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં આવતા હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા હતાં અને જબરદસ્ત હોબાળો કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ઘી કાંટામાં રોજના સેંકડો લોકોના કોર્ટ મેરેજ થતાં હોય છે. ત્યારે ઘીકાંટા રજિસ્ટ્રાર ઓફ મેરેજ ઓફિસમાં હોબાળો મચી જવા પામ્યો હતો. વિધર્મીએ હિન્દુ યુવતીને વેશ પલટો કરાવી લગ્ન કરાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં આવતા હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા હતાં અને જબરદસ્ત હોબાળો કર્યો હતો.અમદાવાદમાં ઘીકાંટા રજિસ્ટ્રાર ઓફ મેરેજ ઓફિસમાં હિન્દુ યુવતીને વકીલનો ડ્રેસ પહેરાવીને વિધર્મી લગ્ન કરાવવા માટે પહોંચ્યો હતો. આ મેરેજ માટે બંધ બારણે સેટિંગ ગોઠવાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
યુવતીના પરિવાર અને હિન્દુ સંગઠને નોંધાવ્યો વિરોધ
હિન્દુ યુવતીને વેશ પલટો કરાવી લગ્ન કરાવ્યા હોવાનો આરોપ લાગતાં જ રોષ ફેલાયો હતો. લગ્ન માટે વકીલ પણ યુવતીને વેશ પલટો કરાવીને પહોંચ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિધર્મી યુવક નામ બદલીને લગ્ન કરવા પહોંચ્યો હતો.
લગ્ન માટે આવેલા વકીલ સામે પણ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ યુવતી વિધર્મી સલમાન મનસુરી સાથે લગ્ન કરવા માટે પહોંચી હતી. જેથી યુવતીના પરિવાર અને હિન્દુ સંગઠને વિરોધ નોંધાવ્યો હતો.