Last Updated on by Sampurna Samachar
વડોદરામા EWS ના મકાનો નહીં મળતા વિવાદ સર્જાયો
છ મહિનામાં મકાનો બની જવાની હૈયાધારણા અરજદારોને અપાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા EWS ના મકાનો અંગે શહેરના પશ્ચિમ વિસ્તાર વિસ્તારમાં સયાજી નગર ગૃહ ખાતે મોકૂફ રખાયેલ ડ્રો અંગે અરજદારોને મોબાઈલ પર જાણ કરી બોલાવાયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ અચાનક ડ્રો કેન્સલ કરીને બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં પં. દિન દયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે યોજાયો હતો.

સયાજી નગર ગૃહનો ડ્રો કેન્સલ કરવા અંગે કોઈ નેતા ઉપલબ્ધ નહીં હોવાના કારણે કેન્સલ કરાયો હોવાનો ચોકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ડ્રો બીજા દિવસે યોજીને સેકડો અરજદારોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરાયા હતા. આ ઉપરાંત ડ્રોમાં કલાલી ખાતે હજી મકાનોનું બાંધકામ પણ થયું નથી છતાં તેનો ડ્રો કરી દેવાયો હતો.
ડ્રો કરીને હજારો અરજદારોનો સમયની બરબાદી કરી
આ મકાનો આગામી છ મહિનામાં મકાનો બની જવાની હૈયાધારણ અરજદારોને આપવામાં આવી હોવાનું પણ શહેર કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે એફોર્ડેબલ મકાનો અંગે સયાજી નગર ગૃહ ખાતે ડ્રો રાખવામાં આવ્યો હોવાનું અરજદારોને મોબાઈલ ફોન પર તંત્ર દ્વારા જણાવ્યું હતું.
પરંતુ છેલ્લી ઘડીએ ડ્રો અંગે કોઈ ભાજપના સ્થાનિક રાજકીય નેતા હાજર નહીં હોવાના કારણે છેલ્લી ઘડીએ રદ કરીને માત્ર નોટિસ સયાજીનગર ગૃહની દીવાલ પર ચીપકાવીને તંત્રએ સંતોષ માન્યો હતો. પરંતુ ડ્રો છેલ્લી ઘડીએ રદ કરવાની નોટીસ ચિપકાવી દેવાથી પાલિકા તંત્રની જવાબદારી પૂરી થતી નથી પરંતુ આમ કરવાથી મકાનના હજારો અરજદારો હેરાન પરેશાન થઈ ગયા હોવાના આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કર્યા છે.
આ ઉપરાંત મહત્વની બાબત એવી છે કે કલાલી ખાતેના ૧૯૦૦ એફોર્ડેબલ મકાનો બાબતે પણ ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અરજદારો દ્વારા સને ૨૦૨૨માં અરજી વખતે રૂપિયા ૨૦,૦૦૦ ભર્યા હતા. પરંતુ હજી કલાલી ખાતે મકાનો બન્યા જ નથી તેઓ આક્ષેપ પણ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો.
આમ શેકડો અરજદારોના પ્રતિ વ્યક્તિ રૂપિયા ૨૦,૦૦૦ પાલિકા તંત્રએ અરજી માટે ઉઘરાવી લીધા હતા પરંતુ હજી સુધી મકાનોના કોઈ ઠેકાણા નથી. આમ પાલિકા તંત્રએ ગરીબોના પૈસા મકાનો અંગે ઉઘરાવી લીધા હતા. ગરીબોને રૂ.૨૦,૦૦૦ નું ત્રણ વર્ષનું કુલ વ્યાજ પણ ગુમાવવું પડ્યું હોવાનું પણ આક્ષેપોમાં જણાવ્યું હતું.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે ખિસકોલી સર્કલ પાસે પ્લોટ નંબર ૫૮૫ અંગે કલાલી ઇડબલ્યુએસના મકાનો બાબતે જાહેરમાં પાલિકા તંત્ર વિવિધ આક્ષેપો કર્યા કરીને સયાજીનગર જુનો ડ્રો કેન્સલ કર્યા બાદ બીજા જ દિવસે વડોદરાના સ્થાનિક રાજકીય નેતાઓની ઉપલબ્ધ થતા પૂર્વ વિસ્તારમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે ડ્રો કરીને હજારો અરજદારોનો સમયની બરબાદી કરી હોવાના પણ આક્ષેપો કર્યા હતા.