Last Updated on by Sampurna Samachar
જૈશ હેન્ડલરે મોડ્યુલના સભ્યોને દેશભરમાં ફેલાવવાનો નિર્દેશ આપ્યો
ફરીદાબાદ, સહારનપુર અને અન્ય સ્થળોને પસંદ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસની તપાસમાં હવે સંભવિત તૂર્કિયે કનેક્શન સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા ડોક્ટર મોડ્યુલના બે સભ્યો ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલના પાસપોર્ટથી એ ખુલાસો થયો છે કે, બંને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા બાદ તરત જ તૂર્કિયેના પ્રવાસે ગયા હતા. એજન્સીઓને શંકા છે કે આ પ્રવાસ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સાથે સબંધિત હોય શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે, તૂર્કિયેથી પરત ફર્યા પછી બંને ડોક્ટરોએ દેશના અલગ-અલગ ભાગોમાં એક્ટિવ થવાની યોજના બનાવી હતી. જૈશ હેન્ડલરે મોડ્યુલના સભ્યોને દેશભરમાં ફેલાવવાનો નિર્દેશ આપ્યો હતો જેથી કોઈ એક જ સ્થાન પર ફોકસ ન બને. આ નિર્દેશ બાદ તેઓએ ફરીદાબાદ, સહારનપુર અને અન્ય સ્થળોને પસંદ કર્યા.
તપાસ હવે એક મહત્વપૂર્ણ મોડ પર
તપાસ એજન્સીઓને શંકા છે કે, બંનેને તૂર્કિયે પ્રવાસ દરમિયાન જ ઓપરેશન સાથે સંબંધિત નિર્દેશ મળ્યા હતા. આ પણ એક તપાસનો હિસ્સો છે શું તેઓ ત્યાં કોઈ વિદેશી સંપર્ક સાથે મુલાકાત કરી હતી અથવા તો કોઈ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ હવે એક મહત્વપૂર્ણ મોડ પર છે અને એજન્સીઓ જૈશ હેન્ડલરને ઓળખવાની ખૂબ નજીક પહોંચી ચૂકી છે. કેસ સાથે સંબંધિત ડિજિટલ કમ્યુનિકેશનની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ લાલ કિલ્લા વિસ્તારમાંથી મોબાઈલ ટાવર ડેટા ડંપનું વિશ્લેષણ કરી રહી છે. આ ડેટા ૩:૦૦ થી ૬:૩૦ વાગ્યા સુધીના છે, તે સમય જ્યારે ડૉ. ઉમર કથિત રીતે તેની I -૨૦ કારથી બહાર નીકળ્યો હતો. તેનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે તેણે કોનો સંપર્ક કર્યો અને તે સમય દરમિયાન કયા કોલ્સ અને ચેટ્સ એક્ટિવ હતા.