Last Updated on by Sampurna Samachar
દિલ્હીના ઘટનાસ્થળેથી મળ્યા જીવતા ૯ MM કારતૂસ
દિલ્હી કાર બ્લાસ્ટમાં મોટો ખુલાસો!
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઘટનાસ્થળેથી પોલીસને ૯ સ્સ્ના કારતૂસ મળી આવ્યા છે. આમાં ૨ જીવતા અને ૧ ખાલી કારતૂસ છે. નવાઈની વાત એ છે કે આ કારતૂસનો ઉપયોગ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ કારતૂસ આતંકી ડો. ઉમર પાસે જ હશે.

આ ઉપરાંત, દિલ્હી બ્લાસ્ટ કનેક્શનમાં NIA સતત કાર્યવાહી કરી રહી છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં કિશનગંજ નજીક પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના દાલકોલાના રહેવાસી ડો. જાનિસાર આલમ ઉર્ફે જિગરને NIA એ કસ્ટડીમાં લીધો છે.
એક ડોક્ટર સાથે તેની સતત ચેટિંગ થઈ રહી હતી
ડો. જાનિસારને કિશનગંજમાં તેના એક સંબંધીના ઘરેથી પકડવામાં આવ્યો. તેણે અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી MBBS નો અભ્યાસ કર્યો છે અને લુધિયાણામાં પ્રેક્ટિસ કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં સામેલ એક ડોક્ટર સાથે તેની સતત ચેટિંગ થઈ રહી હતી. ડો. જાનિસાર ૧૨ નવેમ્બરે કિશનગંજ આવ્યો હતો. NIA તેને પૂછપરછ માટે સિલીગુડી લઈ ગઈ છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કારતૂસ મળી આવ્યા હોવા છતાં, ઘટનાસ્થળેથી કોઈ પિસ્તોલ કે તેનો કોઈ ભાગ મળ્યો નથી. પોલીસે કહ્યું કે આ કારતૂસ સામાન્ય રીતે માત્ર સશસ્ત્ર દળો અથવા વિશેષ પરવાનગી ધરાવતા લોકો પાસે જ હોય છે.
ઘટનાસ્થળેથી પિસ્તોલ કે તેનો કોઈ ભાગ ન મળવાનો અર્થ એ છે કે કારતૂસ તો મળ્યા, પરંતુ ગોળી ચલાવવામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર હજુ સુધી મળ્યું નથી. અધિકારીએ કહ્યું કે હવે તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કારતૂસ ત્યાં કેવી રીતે પહોંચ્યા, શું તે શંકાસ્પદ વ્યક્તિ પાસે હતા.
૯ એમએમ કારતૂસની જપ્તીના કારણે, ચાલી રહેલી તપાસમાં અધિકારીઓ દારૂગોળાના સ્રોત અને કોઈપણ આતંકવાદી કે ગુનાહિત નેટવર્ક સાથે તેના જોડાણની તપાસ કરી રહ્યા છે.
સુરક્ષા એજન્સીઓએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે અને વિસ્ફોટ સ્થળ પરથી ફોરેન્સિક પુરાવા એકઠા કર્યા છે. તમને જણાવી દઈએ કે ૧૦ નવેમ્બરના રોજ રાજધાનીમાં લાલ કિલ્લા પરિસર નજીક થયેલા વિસ્ફોટમાં ૧૨ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે એક દિવસ પહેલા દિલ્હી પોલીસે લાલ કિલ્લા વિસ્ફોટની તપાસમાં ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ નવી પ્રાથમિકી નોંધાવી હતી.