Last Updated on by Sampurna Samachar
રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિની અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ
સ્પષ્ટ શબ્દોમાં આ અફવાઓનો અંત લાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે. ભારતીય ચાહકો માટે આ ખિતાબ બેવડી ખુશી લઈને આવ્યો છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ માત્ર સતત બીજી ટુર્નામેન્ટ જીતી નથી, પરંતુ તેના પ્રિય ખેલાડીઓએ નિવૃત્તિની અફવાઓનો પણ પૂર્ણવિરામ મૂક્યું છે. ફાઇનલ સમાપ્ત થયા પછી કેપ્ટન રોહિત શર્માએ બધા દાવાઓને ફગાવી દીધા હતા અને હવે એવું લાગે છે કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિ અંગેની અટકળોને નકારી કાઢી છે.
દુબઈમાં રમાયેલી ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી. સ્ટાર ઓલરાઉન્ડરે પોતાની ૧૦ ઓવરના સ્પેલમાં માત્ર ૩૦ રન આપ્યા અને ટોમ લેથમની વિકેટ લીધી હતી. પરંતુ ફાઇનલમાં તેણે પોતાનો છેલ્લો બોલ ફેંકતાની સાથે જ તેના ટીમ ઇન્ડિયાના સાથી વિરાટ કોહલીએ જાડેજાને ગળે લગાવી દીધો હતો. જેના કારણે ચાહકોના મનમાં ડર પેદા થયો કે શું જાડેજા આ મેચ પછી નિવૃત્તિ તો નથી લેવાનોને !
નિવૃત્તિની ચર્ચા અફવા જણાતાં ચાહકો ખુશ
પરંતુ હવે, રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિની અટકળો પર મૂકી દીધું છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે વિજયી ચોગ્ગો ફટકારનાર જાડેજાએ એક દિવસ પછી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘બિનજરૂરી અફવા ન ફેલાવો, આભાર.‘ ત્યારબાદ ચાહકોએ જાડેજાની નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે અને દરેક વ્યક્તિ આનાથી ખુશ છે.
બાય ધ વે, માત્ર જાડેજા જ નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાને ટાઇટલ સુધી પહોંચાડનાર કેપ્ટન રોહિત શર્મા પર પણ ફાઇનલ સુધી દાવો કરવામાં આવી રહ્યો હતો, કે તે આ ટાઇટલ મેચ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. પરંતુ રોહિતે તો જાડેજા કરતાં પણ સ્પષ્ટ શબ્દોમાં આ અફવાઓનો અંત લાવ્યો. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે, ‘હજુ આ ફોર્મેટમાંથી હાલમાં નિવૃત્તિ નથી લઈ રહ્યો અને આવી અફવાઓ વધુ ફેલાવો.