Last Updated on by Sampurna Samachar
ટેક કંપનીઓને કહ્યું , ભારતીયોને નોકરી ન આપો
મેટાએ પણ એક મોટી AI ટીમની ભરતી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની મોટી-મોટી ટેક કંપનીઓને એક સંદેશ આપ્યો છે, જેમાં ભારત સહિત અન્ય દેશોમાંથી ભરતી કરવાની મનાઈ કરવામાં છે. આમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા જેવા નામોનો સમાવેશ થાય છે. વોશિંગ્ટનમાં આયોજિત AI સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ટેક કંપનીઓને આ સંદેશ આપ્યો છે. સાથે જ તેઓએ અમેરિકી ટેલેન્ટની ભરતી કરવાની સલાહ પણ આપી છે.
તમને જણાવી દઈએ કે ભારતીયો વિશ્વની મોટી ટેક કંપનીઓમાં ઊંચી ઊંચી પોસ્ટ સુધી પહોંચી ગયા છે. ઘણા ભારતીય મૂળના લોકો CEO ની પોસ્ટ સુધી પણ પહોંચી ચૂક્યાં છે. આમાં GOOGLE ના CEO સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા જેવા નામો સામેલ છે. તાજેતરમાં જ મેટાએ પણ એક મોટી AI ટીમની ભરતી કરી છે, જેમાં ઘણા ભારતીય નામો સામેલ છે.
ભારતમાંથી કર્મચારીઓની ભરતી કરી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે AI સમિટ દરમિયાન ટેક ઈન્ડસ્ટ્રીમાં ગ્લોબલ માઇન્ડેસ્ટની ટીકા કરી. તેમણે આગળ જણાવ્યું કે, આના કારણે ઘણા અમેરિકી નાગરિકો અને અમેરિકી ટેલેન્ટ (પ્રતિભા)ને અવગણવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે ઘણી ટોપ કંપનીઓ નફા માટે અમેરિકાની આઝાદીનો ફાયદો ઉઠાવી રહી છે અને બહારના લોકો પર મોટું રોકાણ કરી રહી છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ઘણી ટેક કંપનીઓ અમેરિકાની આઝાદીને કારણે તેમની ફેક્ટરીઓ ચીનમાં લગાવી રહી છે અને ભારતમાંથી કર્મચારીઓની ભરતી કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકા ફર્સ્ટ પોલિસીની યાદ અપાવી. તેમણે આગળ જણાવ્યું કે, AI ની રેસમાં ન્યૂ સ્પ્રિટની માંગ છે, સાથે જ રાષ્ટ્ર પ્રત્યેનો લગાવ જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણને અમેરિકી કંપનીઓની જરૂર છે, જે અમેરિકામાં જ રહે અને અમેરિકા ફર્સ્ટ પોલિસીનું પાલન કરે. આ બધું તમારે કરવું જ પડશે.
ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન જેવી કંપનીઓમાં ઘણા ભારતીયો છે, જેઓ પોતાની પ્રતિભા (ટેલેન્ટ)નો ઉપયોગ કરીને કંપનીઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી રહ્યા છે. ઘણા એન્જિનિયરો આમાં કામ કરે છે. જણાવી દઈએ કે, ઇન્ફોસિસ, TCS અને HCL જેવી કંપનીઓ મોટા પ્રમાણમાં અમેરિકાના ક્લાયન્ટ્સ માટે ભારતમાં પ્રોજેક્ટ્સ તૈયાર કરે છે અને પછી તેને ડિલિવર કરે છે.