Last Updated on by Sampurna Samachar
ક્રિષ્નન અમેરિકાની મોટી ટેક કંપનીઓ સાથે કરી ચુક્યા છે કામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ભારતીયોની હાજરી ઘણી નોંધપાત્ર છે અને હવે રાજકારણમાં પણ ઈન્ડિયન્સ આગળ વધી રહ્યા છે. આ વખતે US પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા મહત્વના પદ પર ઈન્ડિયન-અમેરિકનની નિમણૂક કરી છે. હવે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI એડવાઈઝર તરીકે ઈન્ડિયન અમેરિકન એન્ટરપ્રેન્યોર, વેન્ચર કેપિટાલિસ્ટ અને ઓથર શ્રીરામ ક્રિષ્નનની નિમણૂક કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે સિનિયર પોલિસી એડવાઈઝર તરીકે સેવા આપશે.
ક્રિષ્નન ટેક્નોલોજી ફિલ્ડમાં ઘણો બહોળો અનુભવ ધરાવે છે અને તે અમેરિકાની મોટી ટેક કંપનીઓ સાથે કામ કરી ચૂક્યા છે. ક્રિષ્નન અગાઉ માઈક્રોસોફ્ટ, ટિ્વટર, યાહૂ, ફેસબુક અનેસ્નેપ જેવી કંપનીઓમાં પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. હવે તેઓ વ્હાઈટ હાઉસ છૈં અને ક્રિપ્ટો ઝાર ડેવિડ ઓ સાક્સ સાથે કામ કરશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, શ્રીરામ ક્રિષ્નન ડેવિડ સાક્સ સાથે કરશે અને આ દરમિયાન તેઓ AI ફિલ્ડમાં સતત અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત તેઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી માટેની પ્રેસિડેન્ટની કાઉન્સિલ ઓફ એડવાઈઝર્સ સાથે કામ કરવા સહિત સમગ્ર સરકારમાં છૈં પોલિસીને આકાર આપવા અને સંકલન કરવામાં મદદ કરશે. શ્રીરામ ક્રિષ્નને વિન્ડોઝ એઝ્યુરના સ્થાપક સભ્ય તરીકે માઈક્રોસોફ્ટમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
શ્રીરામ ક્રિષ્નનનો જન્મ ચેન્નઈમાં થયો છે. તેમના પિતા ઈન્સ્યોરન્સ સેક્ટરમાં કામ કરતાં હતા અને માતા હાઉસવાઈફ હતી. તેમણે તામિલનાડુના કાંચિપુરમના કટ્ટાન્કુલાથુરની જીઇસ્ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બી ટેક કર્યું હતું. ૨૦૦૫માં ફક્ત ૨૧ વર્ષની વયે તે અમેરિકા આવી ગયા હતા. ટેક વર્લ્ડમાં ક્રિષ્નનની જર્ની ૨૦૦૫માં માઈક્રોસોફ્ટથી શરૂ થઈ હતી. આ ઉપરાંત તેઓ ટિ્વટર, યાહૂ, ફેસબુક અને સ્નેપ જેવી કંપનીઓમાં પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ફેસબુક અને સ્નેપમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે મોબાઈલ એડ પ્રોડક્ટ્સ ડેવલપ કરી હતી.
ક્રિષ્નન બિલિયોનેર ઈલોન મસ્કની સાથે પણ કામ કરી ચૂક્યા છે. મસ્ક ટ્રમ્પના ખાસ અને વિશ્વાસુ બની ગયા છે અને પ્રેસિડેન્ટ તરીકે તેમની બીજી ટર્મમાં મસ્કની ભૂમિકા ઘણી મહત્વની છે. મસ્કે ૨૦૨૨માં ટિ્વટરને હસ્તગત કર્યું ત્યારે ક્રિષ્નને તેમની સાથે કામ કર્યું હતું. શ્રીરામ ક્રિષ્નન ઓપેન AI ના CHATGPT અને લાર્જ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ જેવા AI – બેઝ્ડ મોડલ્સ વચ્ચેના પડકારોને ઉકેલવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરી ચૂક્યા છે.
ફેબ્રુઆરી ૨૦૨૧માં ક્રિષ્નન વેન્ચર કેપિટલ ફર્મ આંદ્રેસેન હોરોવિટ્ઝમાં જનરલ પાર્ટનર બન્યા હતા. ૨૦૨૩ સુધી તેમણે કંપનીની લંડન ઓફિસનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે નવેમ્બર ૨૦૨૩માં તેમણે કંપની છોડી દીધી હતી. તેમણે તેમની પત્ની આરતી રામામૂર્તિ સાથે મળીને ૨૦૨૧માં એક પોડકાસ્ટ પણ શરૂ કર્યું હતું. ક્રિષ્નન ‘ધ આરતી એન્ડ શ્રીરામ શો’ નામનો શો હોસ્ટ કરતાં હતા અને તેનાથી તેઓ ઘણા જાણીતા બન્યા હતા.
ટ્રમ્પે પોતાની નિમણૂક કરતાં ક્રિષ્નને જણાવ્યું હતું કે, અમેરિકાની સેવા કરવા અને ડેવિડ સાક્સ સાથે નજીકથી કામ કરીને છૈં માં સતત અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા તેમની પસંદગીથી તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. બીજી તરફ ઈન્ડિયન-અમેરિકન કોમ્યુનિટીએ પણ ક્રિષ્નનની પસંદગનું સ્વાગત કર્યું હતું. ઈન્ડિયન ડાયસ્પોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે, ઈન્ડિયન કોમ્યુનિટી શ્રીરામ ક્રિષ્નનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને ખુશી અનુભવે છે કે પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમને વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીમાં સિનિયર પોલિસી એડવાઈઝર તરીકે નિયુક્ત કર્યા છે.