Last Updated on by Sampurna Samachar
ટિક ટોક કંપનીએ સ્ટેટમેન્ટ બહાર પાડી ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યા બાદ ઘણાં નિર્ણયો લીધા છે અને ઘણાં નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમાંનો એક ઘણાં સમયથી બંધ કરવામાં આવેલ ટિક ટોકને ફરી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કર્યો છે.
આ મામલે ટિક-ટોક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવામાં આવ્યો છે. ટિક-ટોકના સર્વિસ પ્રોવાઇડરને જરૂરી તમામ માહિતી આપી હતી અને તેમને સાંત્વના પણ આપી હોવાથી સર્વિસને ફરી શરૂ કરવામાં આવી છે. આ વિશે કંપનીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમે પ્રેસિડન્ટ ટ્રમ્પનો આભાર માનીએ છીએ કે તેમણે અમને જરૂરી તમામ માહિતી આપી છે. આ સાથે જ એ વાતની ખાતરી આપી છે કે તેમના સર્વિસ પ્રોવાઇડરને કોઈ પણ પેનલ્ટી ભરવી નહીં પડે. ટિક-ટોક પર ૧૭૦ મિલિયન ફોલોઅર્સ છે અને ૭ મિલિયન સ્મોલ બિઝનેસ કામ કરી રહ્યો છે.’
ટિક-ટોક પર સેન્સરશિપ લગાવવામાં આવશે એવી વાતો ચાલી હતી કારણ કે કંપની પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે યુઝરના ડેટા કલેક્ટ કરે છે. કંપની દ્વારા એ વિશે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે જ કંપનીએ પણ ટ્રમ્પ સાથે મળીને ભવિષ્યના બિઝનેસ સાથે કરવા માટેની વાત કરી હતી.
ટ્રમ્પ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાની ઇનોગ્રેશન દરમિયાન બ્રોડકાસ્ટિંગ માટે આ પ્લેટફોર્મની પણ તેને જરૂર છે. ટિક-ટોક દ્વારા સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. જોકે તેમણે પોતાની સર્વિસ ધીમે-ધીમે ફરી શરૂ કરી છે. સૌથી પહેલાં તેમણે વેબ-બ્રાઉઝર દ્વારા સર્વિસ શરૂ કરી હતી. ત્યાર બાદ કેટલાક યુઝર દ્વારા મોબાઇલ દ્વારા એનો ઉપયોગ કરી શક્યા હતા. જોકે આ એપ્લિકેશન હજી પણ એપલ અને ગૂગલ સ્ટોર પર ઉપલબ્ધ નથી.
ટ્રમ્પ દ્વારા ટિક-ટોકને એક ઓફર આપવામાં આવી છે. અમેરિકાના યુનિટમાં ૫૦ ટકા બાઇટડાન્સ અને ૫૦ ટકા અમેરિકાનો હિસ્સો હોય એવી ઓફર આપી છે. આથી બન્ને દેશને એનો ફાયદો રહે છે. આ પાર્ટનરશિપ દ્વારા ટિક-ટોક પર જે પણ આરોપ લાગ્યા છે એ નીકળી શકે છે અને અમેરિકામાં એ સરળતાથી કામ કરી શકે છે.