Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે દક્ષિણ મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાને ખસી જશે. ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે યુએસ એક દાયકામાં બીજી વખત ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના વૈશ્વિક પ્રયાસોથી દૂર રહેશે. અગાઉ, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ, અમેરિકા પેરિસ સમજૂતીમાંથી ખસી ગયું હતું, પરંતુ જો બાઇડેન રાષ્ટ્રપતિ બન્યા પછી તે ફરીથી તેમાં જોડાઈ ગયું હતું. જે ટ્રમ્પે આ કરારને વિશ્વાસઘાત ગણાવ્યો હતો
ક્લાઈમેટ ચેન્જની ખરાબ અસરોથી બચવા માટે વિશ્વના દેશોએ વૈશ્વિક તાપમાનને પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે આ કરાર કર્યો છે. ટ્રમ્પે આ સમજૂતીને છેતરપિંડી ગણાવી છે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પ ઝડપથી ર્નિણય લેવા જઈ રહ્યા છે. ટ્રમ્પના સહયોગીઓએ કહ્યું કે ટ્રમ્પ અમેરિકાની ઈમિગ્રેશન નીતિઓ બદલવા અને જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે શપથ લીધા પછી તરત જ કેટલાક આદેશો જારી કરવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સમયે અમેરિકામાં જન્મેલા લોકોને તેમના માતા-પિતા અમેરિકન ન હોવા છતાં પણ અમેરિકન નાગરિકતા મળે છે. ટ્રમ્પે દક્ષિણ મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ત્યાં સશસ્ત્ર દળો મોકલવામાં આવશે. યુ.એસ. શરણાર્થીઓને મેક્સિકોમાં રાહ જોવાની ફરજ પાડતી નીતિ ફરીથી લાગુ કરશે. મૃત્યુ દંડ પુનઃસ્થાપિત કરશે, જે બાઇડેનને સસ્પેન્ડ કરી હતી.
શપથગ્રહણના એક દિવસ પહેલા વોશિંગ્ટન ડીસીમાં સમર્થકોથી ભરપૂર કેપિટલ વન એરેના ખાતે યોજાયેલી વિજય રેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’માં બોલતા તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં અમેરિકન ઈતિહાસની સૌથી મોટી દેશનિકાલ અભિયાન શરૂ કરવામાં આવશે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવશે.
“ખૂબ જ ટૂંક સમયમાં અમે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી દેશનિકાલ પ્રક્રિયા શરૂ કરીશું,” તેમણે કહ્યું. હું પદ સંભાળ્યાના કલાકોમાં બિડેન વહીવટીતંત્રમાંથી દરેક મૂર્ખતાપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડરને રદ કરીશ. ટ્રમ્પે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા, પશ્ચિમ એશિયામાં સ્થિતિ સુધારવા અને અરાજકતા અને ત્રીજા વિશ્વયુદ્ધને રોકવા માટે પગલાં લેવાનું વચન પણ આપ્યું હતું. ચાઈનીઝ એપ અંગે તેમણે કહ્યું કે, આપણે બચાવવાની જરૂર છે કારણ કે આપણે ઘણી નોકરીઓ બચાવવાની છે. અમે અમારો બિઝનેસ ચીનને આપવા માંગતા નથી. મેં એ શરતે મંજૂરી આપી હતી કે અમેરિકા પાસે તેનો ૫૦ ટકા હિસ્સો હશે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરારને પશ્ચિમ એશિયામાં સ્થાયી શાંતિની દિશામાં ‘પ્રથમ પગલું’ ગણાવતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીતને કારણે જ આ સમજૂતી શક્ય બની છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પને તેમની નવી જવાબદારીઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું કે તે યુક્રેન અને પરમાણુ હથિયારોના મુદ્દે અમેરિકાના નવા વહીવટીતંત્ર સાથે વાતચીત માટે તૈયાર છે. પુતિને કહ્યું કે તેઓ ટૂંકા ગાળાના યુદ્ધવિરામને બદલે યુક્રેનમાં લાંબા ગાળાની શાંતિ ઇચ્છે છે. પોપ ફ્રાન્સિસે પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યાના કલાકોમાં, તેઓ બિડેન વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા ડઝનેક વિનાશક એક્ઝિક્યુટિવ ઓર્ડરને રદ કરશે. વોશિંગ્ટન ડીસીમાં નેશનલ બિલ્ડીંગ મ્યુઝિયમમાં કેન્ડલલાઈટ ડિનર દરમિયાન લોકોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે મારી કલમના એક જ સ્ટ્રોકથી હું બિડેન વહીવટીતંત્રના ડઝનબંધ વિનાશક આદેશો અને પગલાંને રદ કરીશ.
વચન મુજબ, વ્હાઇટ હાઉસે ટ્રમ્પે શપથ લેતાની સાથે જ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાને ખસી જવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને સમૃદ્ધ બનાવવા માટે અમે અન્ય દેશો પર ટેક્સ અને ડ્યૂટી લગાવીશું. બાહ્ય આવક સેવા વ્યવસ્થા સ્થાપિત કરશે. તમામ ડ્યુટી, ટેક્સ અને રેવન્યુ એકત્રિત કરશે. તેનાથી તિજાેરી ભરાશે.
મેક્સિકો બોર્ડર પર સૈનિકો, ગેરકાયદે વસાહતીઓ બહાર થશેઃ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી હતી. જણાવ્યું હતું કે, ગેરકાયદેસર વસાહતીઓને તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાંથી પાછા છોડી દેવામાં આવશે. ‘મેક્સિકોમાં રહો’ની નીતિનો અમલ કરશે. ઘૂસણખોરી રોકવા માટે સરહદ પર દીવાલ બનાવશે.