Last Updated on by Sampurna Samachar
અમે રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે કંઈપણ કરીશું તેમ કહ્યું ચીન વિદેશ મંત્રાલય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપતા ચીન પર ૧૦% ટેરિફ લગાવવા અંગે નિર્ણય લીધો છે. ત્યારે આ મામલે હવે રોષે ભરાયેલા ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે કંઈપણ કરીશું.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, અમે હંમેશાથી એ માનતા આવીએ છીએ કે, ટ્રેડ વોર અને ટેરિફ વોરમાં કોઈ વિનર નથી હોતું. ખુદને બચાવવા માટે અમે કંઈપણ કરીશું. ચીન અમેરિકાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો ર્નિણય એ તથ્ય પર આધારિત રહેશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઈલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઈલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં ૫૦ ગણું વધુ શક્તિશાળી અને નશો ઉત્પન્ન કરનારો પદાર્થ છે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઓરેકલના ચીફ ટેકનોલોજી ઓફિસર લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માસાયોશી સોન અને ઓપન છૈંના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ ર્નિણય લીધો છે. એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, અમારી સરકાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૫થી ટેરિફ લાગુ કરવા પર વિચારણા કરી રહી છે.
અમેરિકન પ્રમુખે કહ્યું કે, મેક્સિકો અને ચીન પર અમે ૨૫% ટેરિફ લગાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ગત અઠવાડિયે જ્યારે મેં ચીનના પ્રમુખ સાથે વાત કરી હતી ત્યારે ટેરિફ અંગે વધુ વાત ન કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે શી જિનપિંગને હસ્તક્ષેપ કરવા કહ્યું? આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ચીને આ સંદર્ભમાં બહુ કંઈ નથી કર્યું.