૧૫૦ ટકા ટેરિફની ધમકીથી BRICS તૂટી ગયું
BRICS એકમાત્ર આંતરરાષ્ટ્રીય સમુહ જેમાં અમેરિકાનો સમાવેશ નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાનો કોઈ ભરોસો નથી. તે પોતાના હેતુઓને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તાજું ઉદાહરણ BRICS દેશો પર ટ્રમ્પના દાવાનું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘ભાગલા પાડો અને રાજ કરો’ વાળો ખેલ રમી રહ્યા છે. તેઓ ડરાવી-ધમકાવીને BRICS દેશોને તોડવા માંગે છે. પહેલા તો તેમણે ઉપરા ઉપર ટેરિફની ધમકી આપી હતી. હવે ટ્રમ્પે BRICS પર ચોંકાવનારો દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમની ૧૫૦ ટકા ટેરિફની ધમકીથી BRICS તૂટી ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ૧૫૦ ટકા ટેરિફની ધમકી આપવાને કારણે ભારત સહિત BRICS ગ્રુપ તૂટી ગયું છે. ટ્રમ્પે BRICS દેશોને વારંવાર ચેતવણી આપી હતી કે, જો BRICS દેશો અમેરિકન ડોલરની જગ્યાએ કોઈ બીજી કરન્સી, એટલે કે BRICS કરન્સીને વૈશ્વિક કરન્સી બનાવવા માંગશે, તો તેમના પર મોટા પાયે ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પનો દાવો એવા સમયે આવ્યો છે, જ્યારે BRICS દેશો એવી કોઈ કરન્સી બનાવવાની મંશા નકારી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મને ખબર નથી કે, તેમના સાથે શું થયું. અમે તાજેતરમાં BRICS દેશોથી કંઈ સાંભળ્યું નથી.’ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ‘ BRICS દેશો અમારા ડોલરને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ નવી કરન્સી બનાવવા માંગતા હતા. તેથી જ્યારે હું આવ્યો, ત્યારે મેં સૌપ્રથમ કહ્યું હતું કે, જે પણ મ્ઇૈંઝ્રજી દેશ ડોલરને ખતમ કરવાની વાત કરશે, તેના પર ૧૫૦ ટકા ટેરિફ લગાવવામાં આવશે અને અમને તમારો સામાન નથી જાેતો. ત્યારબાદ BRICS દેશો તૂટી ગયા, ભાંગી પડ્યા.’
BRICS માં દસ દેશો છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, મિસ્ર, ઇથિઓપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત અરબ અમીરાત. BRICS ૨૦૦૯માં બનાવવામાં આવ્યું હતું. આ એકમાત્ર મોટું આંતરરાષ્ટ્રીય સમૂહ છે, જેમાં અમેરિકા સામેલ નથી.
ટ્રમ્પ વારંવાર ટેરિફની ધમકી BRICS દેશોને આપતા રહ્યા છે. રાષ્ટ્રપતિની ખુરશી સંભાળ્યા પછીથી જ્યારે પણ તક મળી છે, તેઓ ટેરિફથી BRICS દેશોને ડરાવી રહ્યા છે. તેઓ ભારત, ચીન અને રશિયા સહિત મ્ઇૈંઝ્રજીની વધતી શક્તિથી ગભરાઈ રહ્યા છે. એમ કહી શકાય કે, ટ્રમ્પ નથી ઈચ્છતા કે ભારત, રશિયા અને ચીનની કોઈ ત્રિકડી બને. તેમને ડર છે કે, જો BRICS દેશો પોતાની કરન્સી બનાવશે, તો અમેરિકાનો બેન્ડ વાગી જશે. એ જ કારણ છે કે, તેઓ વારંવાર ટેરિફની ધમકી પુનરાવર્તન કરી રહ્યા છે.