Last Updated on by Sampurna Samachar
આ સંબંધમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પદના શપથ લીધા બાદ કેટલાય કાર્યકારી આદેશ જાહેર કર્યા છે. ટ્રમ્પના આદેશ અંતર્ગત અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકાની સંવૈધાનિકતા ખતમ કરી દેવામાં આવશે. જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પણ હવે આ આદેશને કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રભુત્વવાળા ૨૨ રાજ્યો અને કેટલાય સિવિલ રાઈટ ગ્રુપ્સે ટ્રમ્પના આ કાર્યકારી આદેશને કોર્ટમાં પડકાર આપ્યો છે. આ સંબંધમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ડેમોક્રેટિક પ્રભુત્વવાળા રાજ્યોની સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અને સૈન ફ્રાંસિસ્કોએ બોસ્ટનની સંઘીય કોર્ટમાં પ્રથમ કેસ નોંધાવ્યો છે. કહેવાયું છે કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો આ ર્નિણય અમેરિકી સંવિધાનનું ઉલ્લંઘન છે. આ કેસ બાદ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યૂનિયન અને ઈમિગ્રેંટ્સ સંગઠને પણ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે.
ન્યૂજર્સીના ડેમોક્રેટિક અટોર્ની જનરલ મૈથ્યૂ પ્લેટકિને કહ્યું કે, ટ્રમ્પના આદેશ પર રોક લગાવવા માટે કોર્ટમાં ગયા છીએ. રાષ્ટ્ર પ્રમુખ પાસે વ્યાપક શક્તિ હોય છે. પણ આ તેઓ શહંશાહ નથી. ટ્રમ્પના ર્નિણય વિરુદ્ધ કોર્ટમાં જવાથી ટ્રમ્પ પ્રશાસનને એવો સ્પષ્ટ મેસેજ ગયો છે કે, અમે અમારા લોકો અને તેમના પાયાના સંવૈધાનિક અધિકારીઓ માટે ઊભા રહીશ.
અમેરિકી સંવિધાનમાં થયેલા ૧૪માં સંશોધન અંતર્ગત જન્મના આધાર પર નાગરિકતા આપવાની જોગવાઈ છે. તેનો અર્થ એ છે કે અમેરિકામાં જન્મ લેનારા દરેક બાળક આપોઆપ અમેરિકાનો નાગરિક બની જાય છે. ભલે તેના માતા-પિતાની નાગરિકતા કંઈ પણ હોય.
અહીં ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં સૌને બરાબરીનો અધિકાર આપવાના ઉદ્દેશ્યથી આ સંવિધાન સંશોધન ૧૮૬૮માં લાગૂ થયું હતું. પણ ત્યાર બાદથી સતત ગેરકાયદેસર પ્રવાસીઓ અને ઘુસણખોરીનો મુદ્દો રાજકીય પાર્ટીઓ તરફથી ઉઠાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ટ્રમ્પ તેની વિરુદ્ધમાં હતા અને તેમણે શપથ લેતા જ કાયદો બદલવાની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી દીધો છે. ટ્રમ્પનો આદેશ અમેરિકી કાયદાની વિપરીત છે, જે ત્યાં જન્મેલા દરેક બાળકોને નાગરિકતા આપે છે. પણ નવા આદેશ અનુસાર, જો જન્મ સાથે કોઈ બાળકને નાગરિકતા જોઈએ તો તેના માતા-પિતામાંથી કોઈ એક અમેરિકન હોવું જરુરી છે. સાથે જ કોઈ એક પાસે ગ્રીન કાર્ડ હોવું જોઈએ. અથવા કોઈ એક અમેરિકન સેનામાં હોવા જરુરી છે.