Last Updated on by Sampurna Samachar
૧૨૦ થી વધુ લોકોને આઈસોલેટ થવા આદેશ
નિપાહ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં હાલ નિપાહ વાઈરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પહેલા બે સ્વાસ્થ્ય કર્મીઓ બાદ હવે અન્ય ત્રણ લોકોમાં આ વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેની સાથે પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.

હાલ બંને સંક્રમિત સ્વાસ્થ્ય કર્મીઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બંનેની હાલત ગંભીર છે. સ્વાસ્થ્ય અધિકારીઓ આ વાઈરસના સંપર્કમાં ત્યારે આવ્યા જ્યારે તે આ વાઈરસ સંક્રમિતની શંકાએ ૧૨૦ લોકોને ટ્રેક કરી રહ્યા હતા. તે તમામ લોકોને હોમ કવોરન્ટાઈનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નિપાહ વાઇરસ અત્યંત જોખમી માનવામાં આવ્યો
પશ્ચિમ બંગાળામાં વધતાં પ્રકોપને જોતાં ડોકટરોએ એલર્ટ જાહેર કરી દીધું છે. મહત્વનું છે કે નિપાહ વાઈરસનું સંક્રમણ દર અને તેનાથી થતાં મૃત્યુ બંને ખતરાની ઘંટડી સમાન છે. સંક્રમણના શિકાર થતાં લોકોમાંથી ૪૦ થી ૭૦ ટકા લોકોનું મોત થાય છે. આ જોખમોને ધ્યાને રાખીને સ્થાનિક લોકોને વધુ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.
તંત્ર ચિંતત એ માટે છે કે જે લોકોને નિપાહ વાઈરસનો ભોગ બન્યા છે તેમની રાજ્ય બહારની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. નિપાહ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. જોકે, ચામાચીડિયામાંથી તે ડુક્કર, પશુઓ કે મનુષ્યોમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગે વૈજ્ઞાનિકો પાસે હજુ કોઈ ચોક્કસ તારણ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સંક્રમિત ચામાચીડિયાની લાળ કે પેશાબના સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે. નિપાહ વાઈરસમાં મૃત્યુદર ૭૦% જેટલો ઊંચો હોવાથી તે અત્યંત જોખમી માનવામાં આવે છે.
કઈ રીતે ફેલાય છે નિપાહ વાઈરસ?
પ્રાણીઓથી મનુષ્યો સુધી: આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે.
મનુષ્યોમાંથી મનુષ્યોમાં: સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.
આ પણ વાંચો: ૧૦મું પાસ લોકો માટે ઇમ્ૈંમાં બમ્પર ભરતી, ૫૭૨ જગ્યા ખાલી, જાણો પગાર-વયમર્યાદા વિશે
લક્ષણ
દિવસ: વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં ૪ થી ૧૪ દિવસ પછી લક્ષણો જાેવા મળે છે.
શરુઆતના લક્ષણો: તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.
ગંભીર લક્ષણ: શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).