શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયેલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત એવી છે કે શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખસો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જેને લઇને આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસે પથ્થરમારો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ પર પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે ગણતરીની મિનિટોમાં પોલીસે સ્થિતિ કાબૂ મેળવ્યો હતો. વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પથ્થરમારો કરનાર શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.