Last Updated on by Sampurna Samachar
૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો ર્નિણય
આ બોનસ પરિવારોને મોટી રાહત અને ખુશી લાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આવા સમયે ગુજરાતના કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આવી છે. ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી દિવાળીનો તહેવાર વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો ર્નિણય લીધો છે.
દિવાળીના તહેવરને લઈ ગુજરાત સરકાર તરફથી લેવાયેલા આ ર્નિણયથી વર્ગ ૪ના કર્મચારીઓને લાભ થશે. ૭૦૦૦ રૂપિયાની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૬૯૨૧ કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી. તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.
રાજ્ય સરકારના વર્ગ ૪ના કર્મચારીઓને સીધો ફાયદો
બોનસની ગણતરી મહત્તમ ૭,૦૦૦ માસિક પગાર પર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે : ૭,૦૦૦ રૂપિયા × ૩૦ ૩૦.૪ = ૬,૯૦૭.૮૯ રૂપિયા. નોંધનીય છે કે, સરકારના આ ર્નિણયથી રાજ્ય સરકારના વર્ગ ૪ના કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ દિવાળીના બોનસથી તેમના પરિવારોને મોટી રાહત અને ખુશી લાવશે તેવી અપેક્ષા છે.
કોને કોને મળશે લાભ?
આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ પૂરતો સીમિત નથી. રૂ. ૭,૦૦૦ની મહત્તમ મર્યાદામાં આ બોનસ નીચે મુજબના કર્મચારીઓને પણ મળવાપાત્ર થશે : – રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના કર્મચારીઓ.
– વિધાનસભા અધ્યક્ષ, દંડક, નાયબ દંડક અને ઉપદંડકના મહેકમના કર્મચારીઓ.
– પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના કર્મચારી.
– ગ્રાન્ટ ઇન એઈડ શાળા અને કોલેજો.
– જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી, તેવા રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓ.