Last Updated on by Sampurna Samachar
રજાના દિવસે લોકો ખરીદી કરવા ઉમટ્યા
દિવાળીના તહેવારને લઈને લોકો ઉત્સુક
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકો નવા વર્ષને નવા ઉમંગ સાથે વધાવવા માટે આતુર હોય છે. લોકો પણ નવા કપડા અને નવી વસ્તુઓ ખરીદવા માટે હાલ રાજકોટ સહિત મોટાભાગના શહેરોના બજારોમાં પહોંચી રહ્યા છે ત્યારે રાજકોટના બજારમાં પણ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી સૂમસામ ભાસતી રાજકોટની લાખાજી બજારમાં દિવાળીની તહેવારોનો માહોલ જામ્યો છે. શહેરના લાખાજીરાજ બજારોમાં ભારે ભીડ જામી છે. રાજકોટની આ બજારમાં કપડા શુઝ દિવાળીના સુશોભન ને લગતી વિવિધ વસ્તુઓ બજારમાં મળતી હોય છે.
અનેક વસ્તુઓ સસ્તી બનતાં લોકોએ લાભ ઉઠાવ્યો
રજાનો દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. રાજકોટની આ બજારમાં લોકો અલગ અલગ જિલ્લામાંથી ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે કેટલાક લોકો મોરબી થી ખાસ ખરીદી કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા
લાખાજીરાજ બજારમાં વિશેષ મહિલાઓની અલગ અલગ વસ્તુઓ મળતી હોવાથી મહિલાઓની પણ ભીડ જોવા મળી હતી. તો મહિલાઓએ પણ કહ્યું હતું કે, દિવાળીના તહેવારને લઈને તેઓ ખૂબ જ ઉત્સુક છે અને તે આ ખરીદી કરવા માટે પહોંચ્યા છે. આ વર્ષે કપડામાં પણ અલગ અલગ નવી વેરાઈટીઓ આવી છે. તો અલગ અલગ ડેકોરેશનની વસ્તુઓ પણ બજારમાં આવી છે જેને ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
રાજકોટની લાખાજી રાજ બજાર ઉપરાંત ધર્મેન્દ્ર રોડ બજાર સહિતના અલગ અલગ દુકાનોમાં પણ અત્યારે લોકો ખૂબ સારી ખરીદી કરી રહ્યા છે લોકોની ભીડથી શુષ્ક રહેલી બજારમાં પણ જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય છે.
આ વર્ષે જીએસટીમાં પણ ઘટાડો થયો છે જેથી કરીને અનેક વસ્તુઓ સસ્તી બની છે જેનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. રાજકોટ ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર તેમજ જામનગર જિલ્લાના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી કરવા માટે રાજકોટ આવતા હોય છે.